- અર્જુન રાપલાનની ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલાની NCB કરી રહી છે પુછપરછ
- બુધવારે પણ કરી હતી પુછપરછ
- અર્જુન રામપાલના ધરે પણ NCBએ દરોડા પાડ્યા હતા
- ફિલ્મ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાનું નામ પણ ડ્રગ્સમાં જોડાયું
મુંબઇ: દક્ષિણ આફ્રિકાની મોડેલ અને અભિનેતા અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રીલા ડેમેટ્રિએડ્સ ગુરુવારે ફરી એકવાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ઓફિસ પહોંચી હતી. અહીં NCBની ટીમ તેની પૂછપરછ કરી રહી છે. આ પહેલાં બુધવારે બૉલિવૂડ-ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહીમાં રોકાયેલી NCBએ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સને લગભગ છ કલાક પૂછપરછ માટે બોલાવવામાં આવી છે.
અર્જુન રામપાલના ધરે પણ NCBએ દરોડા પાડ્યા હતા
વધુમાં જણાવીએ તો, ડેમેટ્રાઇડ્સ બૉલિવૂડ એક્ટર અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ છે. જેના ઘરે સોમવારે NCB દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. રામપાલને પણ પૂછપરછ માટે NCB દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે, જ્યારે તેની ગર્લફ્રેન્ડના ભાઈ એજિસિલોસ ડેમેટ્રએડ્સની ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.