જમ્મુ કાશ્મીર પ્રશાસને અનુચ્છેદ 370ની નાબૂદી બાદ કેટલાંક મહત્વના નિર્ણય લીધા છે. બે દિવસ પહેલાં નેશનલ કૉન્ફરન્સ પાર્ટીના જિલ્લા અધ્યક્ષે બેઠક યોજી હતી. જેમાં પાર્ટી અધ્યક્ષ ફારૂક અબદુલ્લા અને ઉમર અબદુલ્લા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નેશનલ કૉન્ફરન્સના નેતાઓને તેમની સાથે મુલાકાત કરવા માટે મંજૂરી અપાઈ હતી. આ મુલાકાતમાં જમ્મુ પ્રાંતીય અધ્યક્ષ દેવેન્દ્રસિંહ રાણા સહિત 15 સભ્યો જોડાવાના છે.
નેશનલ કૉન્ફરન્સના નેતાઓને પાર્ટી અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાને મળવાની અપાઈ મંજૂરી
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીર પ્રશાસને નેશનલ કૉન્ફરન્સના નેતાઓને પાર્ટી અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા અને ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાને મળવાની અનુમતિ આપી છે. આ મુલાકાત રવિવારે શ્રીનગરમાં છે. જેમાં 15 પ્રતિનિધિ મંડળના 15 સભ્યો જોડાશે.
પાર્ટી પ્રવક્તા મુલાકાત અંગે વાત કરતાં મદન મંટૂએ જણાવ્યું હતું કે, "આ નિર્ણય રાજ્યપાલ સત્યપાલ મલિકની મંજૂરી બાદ લેવાયો છે. મુલાકાત માટે પાર્ટીનું પ્રતિનિધિ મંડળ રવિવાર સવારે જમ્મુથી શ્રીનગર પહોચશે. "
ઉલ્લેખનીય છે કે, 81 વર્ષીય ફારૂક અબ્દુલ્લા સાર્વજનિક સુરક્ષા અધિનિયમ હેઠળ શ્રીનગર સ્થિત આવાસમાં નજરકેદ છે, તેમના પુત્ર ઉમર અબદુલ્લાની અટકાયત કરાઈ છે. સરકારે કાશ્મીરના મોટાભાગના નેતાઓની અટકાયત કરી હતી. જેમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ મહેબૂબા મુફ્તી અને જમ્મુ કશ્મીર પીપુલ્સ કૉન્ફ્રેન્સના અધ્યક્ષ સજ્જાદ લોન પણ સામેલ હતા.