ઝારખંડ : ચાઇબાસાના કરાઇકેલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હુડાગંદામાં બુધવારે રાત્રે ચાર હથિયારધારી PLFIના સભ્યોએ એક પીડીએફ દુકાનદારના ઘરે હંગામો મચાવ્યો હતો. ગામ પહોંચતાં તેણે દુકાન માલિક મનોજ સારંગીને ઘરની બહાર નીકળવાનો અવાજ લગાવ્યો હતો. પરંતુ દુકાન માલિક મનોજ સારંગી ઘરની બહાર નીકળ્યો નહીં. ત્યારે નક્સલીઓએ ઘરનો દરવાજો તોડવાનો પ્રયાસ શરૂ કર્યો.
ઝારખંડના ચાઇબાસામાં નક્સલવાદીઓએ વિવિધ જગ્યાએ મચાવ્યો આતંક
ચાઇબાસામાં બુધવાર અને ગુરુવારે PLFI સંગઠને ભારે હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન નક્સલવાદીઓએ ઘણા લોકો સાથે મારપીટ કરી હતી. ઘટનાની સૂચના મળતાં પોલીસે તે વિસ્તારમાં સર્ચ અભિયાન હાથ ધર્યું હતું.
આ સમય દરમિયાન નકસલવાદીઓએ ગામના એક વ્યકિતની બંદૂકથી હત્યા કરી હતી. આ સાથે ગામના ઘણા લોકો સાથે ઝપાઝપી થઈ હતી. ત્યારબાદ નકસલીઓએ ગામથી થોડે દૂર જઇને ચાર રાઉન્ડ ફાયરિંગ કરી ગામમાં દહેશત ફેલાવી હતી. તેઓએ જતા પહેલાં લોકોને કહ્યું કે, પીડીએફના દુકાનદાર 50 હજાર રૂપિયા અને એક બોરી ચોખા આપે, નહીં તો પરિણામ ખરાબ આવશે. આ બનાવ અંગે ગામ લોકોએ રાત્રે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળ પર પહોચી તપાસ કરી હતી. પોલીસ આવે તે પહેલાં જ નકસલવાદીઓ જંગલની તરફ ભાગી ગયા હતા. પોલીસને ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું. નક્સલવાદીઓના ડરથી ગુરુવારે પીડીએફ દુકાનદાર મનોજ સારંગી તેના પરિવાર સાથે ગામ છોડીને ભાગી ગયો હતો.
પોલીસને પડકાર ફેંકતા નક્સલીઓએ ગુરૂવારે સવારે આઠ વાગ્યે નકટી નજીક રાજન લાઇન હોટલ પહોંચ્યા હતા. તે સમયે હોટલમાં રાજેન્દ્ર મહતો સવારનું ભોજન બનાવી રહ્યો હતો. બે પલ્સર બાઇકમાં ચાર હથિયારધારી નકસલીઓ હોટલ પર પહોંચ્યા અને નાસ્તામાં સમોસા માંગ્યા હતા. ત્યારે માલિકે કહ્યું કે, અહીંયા સમોસા મળતાં નથી. બપોરનું જમવાનું તૈયાર કરવામાં આવી રહ્યું છે. એવામાં એક નક્સલવાદીએ રસોડામાં પ્રવેશ કરવાનું શરૂ કર્યું, ત્યારે માલિકે પ્રવેશવાનો ઇનકાર કરી દીધો. આ પછી હોટલ માલિક પર મારપીટ કરવામાં આવી હતી.