જાણવા મળી રહ્યું છે કે, સંતોષ ઠેકેદારીનું કામ કરતો હતો. જેથી લોખેડ ગામમાં માર્ગ નિર્માણનું કામ જોવા માટે પહોચ્યા હતા. જે દરમિયાન નક્સલીઓએ તેમનું અપહરણ કરીને હત્યા કરી નાખી. હત્યા કર્યા બાદ નક્સલીઓએ 4 વાહનોમાં આગ પણ લગાવી હતી. મૃતદેહ લેવા માટે પહોચેલા પરિવારજનોને નક્સલીઓ રોકી દીધા અને મૃતદેહ આપવાની ઈનકાર કર્યો છે.
છત્તીસગઠ: નક્સલીઓએ સપાના પ્રદેશ ઉપાધ્યક્ષની કરી હત્યા, પરિવારને મૃતદેહ આપવાનો ઈનકાર કર્યો
બીજાપુર: નક્સલિયોએ સમાજવાર્દી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ સંતોષ પુનેમની હત્યા કરી નાખી છે. નક્સલીઓએ મંગળવાર રાત્રે સંતોષનું અપહરણ કરી લીધું હતું અને બુધવારે સવારે તીક્ષ્ણ હથિયાર વડે સંતોષની હત્યા કરી હતી.
ફાઇલ ફોટો
અહીં ઉલ્લેખનીય છે કે, સંતોષ પુનેમ સપાના પ્રદેશ ઉપાધ્યક્ષ છે અને બે વાર વિધાનસભાની ચૂંટણી પડી લડી ચૂંક્યા છે. પુનેમ ગત વિધાનસભાની ચૂંટણી લડી હતી, પરંત તેઓ જીતી શક્યા નહોતા.