ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દંતેવાડામાં પોલીસ-નક્સલી વચ્ચે અથડામણ, 1 નક્સલી ઠાર - પોલીસ અને નક્સલવાદી વચ્ચે અથડામણ

શુક્રવારે દંતેવાડા અને બીજપુર જિલ્લાના સરહદી વિસ્તારોમાં પોલીસ અને નક્સલવાદી વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં એન્કાઉન્ટરમાં એક નક્સલવાદી માર્યો ગયો હતો. પોલીસે તેની ઓળખ કરી છે.

નક્સલી
નક્સલી

By

Published : Apr 19, 2020, 12:24 AM IST

રાયપુર/બીજપુર: છત્તીસગઢ ચલાવવામાં આવી રહેલા નક્સલવાદી નાબૂદી અભિયાનમાં સુરક્ષાદળોને સફળતા મળી રહી છે. આ એન્કાઉન્ટરમાં 8 લાખના ઇનામી નક્સલીને ઠાર કરાયો હતો.

શનિવારે નક્સલવાદીની ઓળખ આશુ સોઢી તરીકે થઈ છે. આ એન્કાઉન્ટર બીજપુરના ગંગલુર મિર્તુરના એટપાલ ટેકરી વિસ્તારમાં થયું હતું. આ ઘટના સ્થળેથી શસ્ત્રો અને મોટી સંખ્યામાં નક્સલી સામગ્રી મળી આવી છે. ઠાર કરાયેલો નક્સલીની ઓળખ તેમના પરિવાર દ્વારા આશુ સોઢી તરીકે કરવામાં આવી છે.

જે છેલ્લા 8 વર્ષથી નક્સલી સંગઠનમાં સક્રિય હતો અને હાલમાં પશ્ચિમ બસ્તર વિભાગ હેઠળ રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તાર સમિતિના સભ્ય એક્શન ટીમ કમાન્ડર તરીકે સક્રિય હતો.

ABOUT THE AUTHOR

...view details