રાયપુર: નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં 17 જવાન શહીદ જ્યારે 14 જવાન ઘાયલ થયા છે. આ તકે અથડામણમાં કેટલાક સેનાના જવાનો ગુમ થવાના સમાચાર છે, પરંતુ તેની પુષ્ટિ નથી કરવામાં આવી. ઘાયલ જવાનોને સારવાર માટે રાયપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. DRG, કોબ્રા અને STFના જવાન ચિંતાગુફાના જંગલોમાં સર્ચિંગ માટે નિકળ્યા હતા, જે દરમિયાન નક્સલીઓ સાથે અથડામણ શરુ થઇ હતી.
છત્તીસગઢ: સુકમામાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણમાં 17 જવાન શહીદ, 14 ઘાયલ - અથડામણ ન્યૂઝ
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં 17 જવાનો શહીદ થયાં છે. ઉપરાંત 14 જવાન ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ સેનાએ 4થી 5 નક્સલીઓનો ઠાર કર્યાના સમાચાર પણ સામે આવ્યા છે. રાજ્યના વરિષ્ઠ અધિકારીઓએ આ વિશે જાણકારી આપી હતી.
છત્તીસગઢ
અધિકારીઓએ જણાવ્યું કે, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ, સ્પેશલ ટાસ્ક ફોર્સ (STF) અને જિલ્લા રિઝર્વ ગાર્ડ (DRG)ની ટુકડી મિનપા ગામના જંગલમાં હતી, ત્યારે નક્સલીઓએ હુમલો કર્યો હતો. જે બાદ અથડામણ શરુ થઇ હતી.
ઉલ્લેખનીય છે કે, 14 જવાનોને એરલિફ્ટ કરીને રાયપુરમાં ભર્તી કરવામાં આવ્યાં છે. આ અથડામણ શનિવાર બપારે 12.40 મિનિટે શરુ થઇ હતી. આ અથડામણમાં 14 જવાનો ઘાયલ થયા છે.
Last Updated : Mar 22, 2020, 3:10 PM IST