બીજાપુરઃ નક્સલી પ્લાટૂન નંબર-2ના સભ્ય અને 5 લાખ રૂપિયાના ઈનામી નક્સલી ગોપી મોડિયમે પત્ની સાથે DIG CRPF કોમલસિંહ અને પોલીસ અધિક્ષક કમલલોચન કશ્યપ સામે સરેન્ડર કર્યું છે. સરકારે ગોપીની પત્ની ભારતી પર બે લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યુ હતું.
પોલીસના જણાવ્યાનુસાર, નક્સલી પ્લાટૂન નંબર 2ના સભ્ય ગોપી ઉર્ફે મંગળ ચેરંકટીનો રહેવાસી છે. વર્ષ 2002માં PLGA સભ્યના તરીકે ગણેશ અન્નાએ તેને ભર્તી કર્યો હતો. 2010માં ACSની સાથે-સાથે તે લંગાલૂર એરિયા જનતા સરકારના અધ્યક્ષ પદ પર કાર્યરત હતો.
ગોપી મોડિયમ પર દંતેવાડાના ગીદમ પોલીસ સ્ટેશન પર થયેલા હુમલા, ઓડિશાના કોરાપટમાં હથિયારની થયેલી લૂટ, બીજાપુરમાં નેતા બુધરામ રાણાની હત્યા સહિત અનેક ગંભીર ઘટનાઓમાં સામેલ હોવાનો આરોપ છે. સરેન્ડર થયેલા આ આરોપી પર સરકારે 5 લાખનું ઈનામ રાખ્યું હતું. ગોપી વિરુદ્ધ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં 73 ગુના નોંધાયેલા છે.