ઘાયલ થયેલા જવાનોમાં 8 કોબ્રા બટાલીયનનાં અને 3 ઝારખંડ પોલીસના જવાનો છે. ઘાયલ થયેલા 7 જવાનોને હેલીકોપ્ટરથી રાંચી ખસેડવામાં આવ્યા છે, જ્યાં મેડિકા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. બાકીના 4 ઘાયલ જવાનને પણ રાંચી લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. નકસલવાદીઓ સામે અથડામણ ચાલુ છે.
ઝારખંડમાં થયો નક્સલી હુમલો, 11 જવાન ઘાયલ - ied blast
રાંચી: નક્સલવાદીઓએ વહેલી સવારે સરાયકેલાના ખરસાવામાં પોલીસ દળ પર હુમલો કર્યો હતો. જિલ્લાના કુચાઈ વિસ્તારમાં થયેલા IED બ્લાસ્ટમાં 11 જવાનો ઘાયલ થયાં છે.
zarkhand
જે વિસ્તારમાં માઓવાદીઓએ હુમલો કરીને પોલીસને લક્ષ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યાં ચૂંટણીના બીજા દિવસે પણ માઓવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. માઓવાદીઓએ આ વિસ્તારમાં સુપ્રિમ બેઠક કરી છે. CPI માઓવાદીઓ સુપ્રિમ નંબલા કેશાવરાવ ઉર્ફે બસવારાજ ઝારખંડમાં સંગઠનને મજબૂત કરવા સારાયકેલા-ખરસાંવા વિસ્તારમાં બેઠક યોજી હતી. બસવારાજે આની જવાબદારી 25 લાખના ઈનામી પતિરામ માંઝી ઉર્ફ અનલને આપી છે. નકસલીઓ દ્વારા આ વિસ્તારમાં પોલીસ પર સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે.