ભારત પર અન્ડર વોટર હુમલાનો ખતરો, નેવીએ વધારી સુરક્ષા - ભારત
નવી દિલ્હી: ઇન્ટરલિજન્સ એજન્સીઓને જાણકારી મળી છે કે, જૈશ એ મોહમ્મદની આતંકવાદી ભારતમાં હુમલા કરી શકે છે. એજન્સીનું કહેવું છે કે, આતંકી દરિયા માર્ગે હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. આંતકી સંગઠન જૈશ એ મોહમ્મદ અન્ડરવોટર વિંગના આંતકીઓને ટ્રેનિંગ આપી રહ્યા છે. ભારતીય નેવીએ સુરક્ષામાં વધારોમાં કર્યો છે.
મીડિયા સાથે વાતચીત કરતા એડમિરલ કરમબીર સિંહ આ વાતની જાણકારી આપી છે. આંતકી સંગઠન જૈશ એ મોહમ્મદ અન્ડરવોટર વિંગના આંતકીઓને ટ્રેનિંગ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે અંદોજો લગાવી શકાય કે, પાણીના માર્ગે ભારતમાં આતંકી અંજામ આપવાનું ષડયંત્ર બનાવી રહ્યા છે.
એડમિરલે કહ્યું કે ઈન્ટેલિજેસ ઈનપુટ મળ્યા કે, જૈશ એ મોહમ્મદ ભારતમાં કોઈ આતંકી ઘટના માટે સભ્યોને ટ્રેનિંગ આપી રહ્યા છે. તેમણે કહ્યુ કે, અમે તેવા લોકો પર નજર રાખી રહ્યા છીએ. તેમણે વધુમાં કહ્યું કે, નેવી હાઈએલર્ટ પર છે. એડમિરલ કરમીબીર સિંહે જણાવ્યું કે, મુંબઈ હુમલા બાદ દરિયામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.