ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નૌકાદળ 6 પરમાણુ સબમરીન સહિત 24 નવી સબમરીન બનાવશે - સબમરીન

નવી દિલ્હી: ભારતીય નૌકાદળ 24 સબમરીન બનાવવાની યોજના બનાવી રહી છે. જેમાં છ પરમાણુ બોમ્બર સબમરીન હશે. આ માહિતી નેવી દ્વારા સંસદીય સમિતિને આપવામાં આવી હતી.

navy plans to build 24 submarines including six nuclear
navy plans to build 24 submarines including six nuclear

By

Published : Dec 30, 2019, 7:49 AM IST

ભારતીય નૌકાદળે આગામી સમયમાં 24 નવી સબમરીન બનાવાની જાહેરાત કરી છે. તેમાંથી છ પરમાણુ સબમરીન હશે.

નૌકાદળે સમિતિને જણાવ્યું હતું કે, સબમરીન સિંધુરાજનું મીડિયમ રીફિટ લાઇફ સર્ટિફિકેશન(MLRC) અટકી ગયું છે. રશિયન પક્ષ બેંક ગેરંટી અને અંખડિતતા સંધિ પૂરી પાડવામાં અસમર્થ હોવાથી USએ કેટલાક પ્રતિબંધો લગાવ્યા છે.

આ મહિને પ્રસ્તુત કરવામાં આવેલા પોતાના અહેવાલમાં નૌકાદળે કહ્યું કે, હાલ નેવી કાફલામાં 15 પરંપરાગત અને 2 પરમાણુ સબમરીન છે.

ભારતીય નૌકાદળ પાસે INS અરિહંત અને INS ચક્ર સહિત બે પરમાણુ સબમરીન છે. અગત્યની વાત એ છે કે, ભારતે રશિયા તરફથી INS ચક્ર લીઝ પર લીધું છે.

નેવીએ જણાવ્યું કે, મોટાભાગની પરંપરાગત સબમરીન 25 વર્ષથી વધુ જૂની હોય છે. જેમાં 13 સબમરીન 17થી 32 વર્ષ જૂની છે. સેનાની 18 પરંપરાગત અને 6 પરમાણુ બોમ્બર સબમરીન (SSN) બનાવવાની યોજના છે.

સમિતિને આપેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય નૌકાદળના અભિયાન ક્ષેત્ર હિંદ મહાસાગરમાં ચીનના નૌકાદળની ગતિવિધિઓ વધી રહી છે. ભારતીય નૌકાદળ નવા યુદ્ધ જહોજોની ખરીદી સહિતના પાયાની સુવિધામાં વધારો કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details