ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અશ્રુભીની આંખોએ શહીદ ગૌરવ શર્માની અંતિમ વિદાય - અંતિમ સંસ્કાર

હરિયાણાના ઝજ્જરમાં શહીદ નેવી જવાન ગૌરવ શર્માને અંતિમ વિદાય આપવામાં આવી હતી. સોમવારે ગૌરવ શર્માના તેમના ગામમાં રાજ્યકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા 8 વર્ષથી ભારતીય નૌકા દળમાં સેવા આપી રહ્યા હતા.

શહીદ ગૌરવ શર્મા
શહીદ ગૌરવ શર્મા

By

Published : May 26, 2020, 3:53 PM IST

ચંડીગઢ: હરિયાણાના ઝજ્જરના કબલાના ગામના વીર સપૂત ગૌરવ દત્ત શર્માએ દેશ માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરી દીધા હતા. તેમને છેલ્લા 8 વર્ષથી ભારતીય નૌકા દળમાં સેવા આપી રહ્યા હતા. ગૌરવ ભારતીય નૌકા દળમાં JCO તરીકે ફરજ બજાવતા હતા.

પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, ગૌરવ સોમાલિયા જતા જહાજ પર ફરજ પર હતો. જહાજમાં પ્રેશર કીટ ફૂટતાં તેમનું મોત નીપજ્યું હતું. ગૌરવની શહાદત અંગેની માહિતી મળતા પરિવાર સહિત આખા ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.

ગૌરવ ક્રિકેટ અને વોલીબોલ ઉત્કૃષ્ટ ખેલાડી હતો. જેના કારણે તેને ભારતીય નેવી દ્વારા ઘણી વાર ઈનામ આપવામાં આવ્યું હતું. ગૌરવના લગ્ન ફેબ્રુઆરીમાં થયા હતા.

પરિવાર અને ગામલોકોને તેમના પુત્રની શહાદત પર ગર્વ છે. ગૌરવનો મૃતદેહ સોમવારે ગામમાં લાવવામાં આવ્યો હતો.

તેમની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. ભારત માતાની જયના નારાથી ગામ કાબલાનાનું સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું હતું. શહીદ ગૌરવને રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details