કરતારપુર કૉરિડોરના ઉદ્વઘાટન માટે સિદ્ધુને પાકિસ્તાન જવાની મળી મંજૂરી - navjotsingh siddhu get permition to participate opening ceremony of kartarpur coridoor
નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયે કરતારપુર કૉરિડોરના ઉદ્વઘાટન સમારોહ માટે પાકિસ્તાન જવાની કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુને પરવાનગી આપી છે. જો કે આ માટે સિદ્ધુએ કેટલીક શરતોનું પણ પાલન કરવાનું રહેશે.
કરતારપુર કૉરિડોરના ઉદ્વઘાટન માટે સિદ્ધુને પાકિસ્તાન જવાની મળી મંજૂરી
ત્રીજા પત્ર બાદ મંત્રાલયે તેમને પાકિસ્તાન જવાની અનુમતિ આપી દીધી છે. પરંતુ, તેમને ત્યાં પહોંચવા માટે કરતારપુર કૉરિડોર થઈને જવું પડશે. વાઘા બોર્ડરથી નહીં જઈ શકે. આ ઉપરાંત તેઓ 9 નવેમ્બરે જ જઈ શકશે. જેમાં તેમને ઉપરોક્ત શરતોનુ પાલન કરવાનું રહેશે.