ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કૌરે પોતાના પતિ નવજોત સિંહ સિદ્ધુ માટે કહ્યું હતું કે, સિદ્ધુ પોતાના વિસ્તારમાં પાર્ટી માટે પ્રચાર નહીં કરે. સિદ્ધુને પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદર સિંહે પ્રચાર કરવાની ના પાડી હતી.
સિદ્ધુની પત્નીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું - સિદ્ધુની પત્નીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું
ચંડીગઢ: કોંગ્રેસ ધારાસભ્ય નવજોત કૌર સિદ્ધુએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ પંજાબ કેબિનેટમાં પ્રધાન પણ રહી ચૂક્યા છે. સિદ્ધુના પત્નીએ આજે એક કાર્યક્રમમાં આ અંગેની જાહેરાત કરી હતી. આપને જણાવી દઈએ કે, અકાલી-ભાજપની સરકારમાં તેઓ સ્વાસ્થ્ય પ્રધાન રહી ચૂક્યા છે.
પાર્ટી છોડવાની વાત કરતા તેમણે એમ પણ જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણીમાં અમૃતસર સીટ પરથી પાર્ટીએ તેમને ટિકિટ ન આપી. જોકે તેમણે આરોપ લગાવ્યો હતો કે, ટિકિટ નહીં આપવા પાછળ અમરિંદર સિંહ જવાબદાર છે. આપને જણાવી દઈએ કે, કૌર ચંડીગઢમાંથી ભાજપ ઉમેદવાર કિરણ ખેરની સામે ચૂંટણી લડવા માંગતા હતાં.
આપને જણાવી દઈએ કે, નવજોત કૌર સિદ્ધુ વ્યવસાયે ડૉક્ટર છે. તેઓ 2012માં રાજકારણમાં આવ્યા અને કોંગ્રેસમાં જોડાયા. અમૃતસરમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે નજીકના હરીફ ઉમેદવારને 6 હજાર મતથી હરાવી વિધાનસભામાં પહોંચ્યા હતાં, ત્યારબાદ તેમને મુખ્ય સંસદીય સચિવ તરીકે પણ નિમવામાં આવ્યા હતાં.