પટનાયકે પત્રમાં વડાપ્રધાનને તૂફાનના સમયે કરેલી મદદને લઈ આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે પુનર્વાસને લઈ વધું મદદ માટે માંગ કરી છે.
THANK YOU મોદીજી, નવીન પટનાયકે વડાપ્રધાનને ચિઠ્ઠી લખી - syclone
ન્યૂઝ ડેસ્ક: ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં પટનાયકે ફાની તૂફાનમાં ઓડિશાને કેન્દ્રએ કરેલી મદદને લઈ આભાર વ્યક્ત કર્યો છે. સાથે સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાંચ લાખની રકમની પણ માંગ કરી છે.
ani
આપને જણાવી દઈએ કે, ઓડિશામાં ત્રણ મેના રોજ ફાની ચક્રવાતી તૂફાન આવ્યું હતું. જેમાં રાજ્યમાં અનેક જગ્યાએ નુકશાન થયું હતું. અહીં મૃતકોની સંખ્યા 64 થઈ ગઈ છે. ફક્ત પુરીમાં જોઈએ તો 39 લોકોના મોતો થઈ ગયા છે. આ તોફાનના કારણે 14 જિલ્લામાં કુલ 1.64 કરોડ લોકો પ્રભાવિત થયા હતાં.