ભુવનેશ્વરઃ ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક આઇએએનએસ-સી વોટર દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ અનુસાર દેશના સૌથી વધુ લોકપ્રિય મુખ્ય પ્રધાન છે.
તમને જણાવીએ કે તેમને 82.96ની નેટ અપ્રુવલ રેટિંગ મળી છે. તેમની પાછળ છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભુપેશ બધેલ છે. તેમનો સ્કોર 81.06 છે. તો આ રેસમાં સૌથી નીચે હરિયાણામાં ભાજપના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર (4.47) અને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાનને ત્રિવેન્દ્ર સિંહ રાવત (17.72) છે.