ગુજરાત

gujarat

ETV Bharat / bharat

INS જલશ્વ શ્રીલંકામાં ફસાયેલા 685 ભારતીયોને લઈને સ્વદેશ પહોંચ્યું - લોકડાઉમાં વિદેશ ફસાયા ભારતીયો

કોરોના મહામારીને કારણે લાગુ કરેલા લોકડાઉનથી વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની પ્રક્રિયા સતત ચાલુ છે. જેમાં ભારતીય નૌકાદળનું જહાજ INS જલશ્વ શ્રીલંકામાં ફસાયેલા 685 ભારતીયો સાથે સ્વદેશ પરત ફર્યું છે.

THUMBNAIL
THUMBNAIL

By

Published : Jun 2, 2020, 12:31 PM IST

Updated : Jun 2, 2020, 12:50 PM IST

કોચી: કોરોના મહામારીને કારણે લાગુ કરાયેલા લોકડાઉનથી વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની પ્રક્રિયા સતત ચાલુ છે. જેમાં ભારતીય નૌકાદળનું જહાજ INS જલશ્વ શ્રીલંકામાં ફસાયેલા 685 ભારતીયો સાથે સ્વદેશ પરત ફર્યું છે. પરત ફરેલા યાત્રીઓમાં 125 મહિલાઓ અને સાત બાળકો છે. પ્રવાસીઓએ પોતાના ઘરે પરત ફરવાની ખુશી વ્યક્ત કરતાં ભારત સરકારનો આભાર માન્યો હતો.

THUMBNAIL

સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, INS જલશ્વ સોમવારે રાત્રે કોલંબો બંદરથી નીકળ્યું હતું. વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના નૌસેનાના મિશનના ત્રીજા તબક્કાના ભાગરૂપે આ જહાજ સોમવારે સવારે કોલંબો પહોંચ્યું હતું. ઉલ્લેનીય છે કે, ભારતીય નૌકાદળના ઓપરેશન સમુદ્ર સેતુ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ બે તબક્કામાં આશરે 1500 ભારતીય નાગરિકોને માલદીવથી સુરક્ષિત ઘરે પરત લાવ્યા હતા.

Last Updated : Jun 2, 2020, 12:50 PM IST

ABOUT THE AUTHOR

...view details