ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં તોફાની બનેલા ટોળાએે બાઇકો સળગાવી - પોલિસ

નવી દિલ્હી: સાઉથ દિલ્હીના તુગલકાબાદમાં સાંજે 7 કલાકે હજારોની સંખ્યામાં એક સંગઠનના લોકો એકઠા થયા હતાં. જેને ત્યાંથી દૂર કરવા દિલ્હી પોલીસના જવાનોએ લાઠી ચાર્જ કર્યો હતો. જેને લઇને ત્યાં હાજર સંગઠનોએ પોલિસ પર પત્થર મારો કર્યો હતો. જેના જવાબમાં પોલિસે લાઠી ચાર્જની સાથે હવામાં ફાયરીંગ કરી હતી અને કેટલાક લોકોની અટકાયત પણ કરી હતી.

દિલ્હીમાં તોફાની બનેલા ટોળાએે બાઇકો સળગાવી

By

Published : Aug 22, 2019, 10:27 AM IST

ઘટના એવી છે કે સાઉથ ઇસ્ટ દિલ્હીમાં તુગલકાબાદ વિસ્તારમાં ત્રણ-ચાર દિવસ પહેલા DDA દ્વારા એક મંદિરને ધ્વસ્ત કરી નાખવામાં આવ્યું હતું. જે મંદિરનું નામ રવિદાસ મંદિર હતું. આ મંદિર પર DDA અને મંદિરની વચ્ચે કેસ ચાલી રહ્યો હતો. જેનો કોર્ટે DDAના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો અને ત્યાર બાદ અધિકારીઓની સાથે પહોંચેલી ટીમે તે મંદિરને ધ્વસ્ત કરી નાખ્યુ હતું.

દિલ્હીમાં તોફાની બનેલા ટોળાએે બાઇકો સળગાવી

આ મંદિરને તોડ્યા બાદ આ મંદિર સાથે જોડાયેલ દરેક સંગઠનના લોકોને 1-2 દિવસ સ્થાનીક રસ્તાઓ પર ચક્કાજામ કરી તંત્ર પર દબાવ નાખવા કોશિશ કરી હતી. પરંતુ, તેમા કોઇ પણ રીતે સમસ્યાનું નિરાકરણ ન થતા રામલલા મેદાનમાં આ સંગઠનોએ હજારો લોકો એકઠા થઇને રેલીનું આયોજન કર્યુ હતું અને મોડી રાત્રે જ્યાં મંદિર તોડવામાં આવ્યું હતું ત્યાં જવા માટે આગળ વધ્યા હતાં. પરંતુ, સ્થાનિક પોલિસે તેને જતા અટકાવ્યા હતાં. જેમાં સંગઠન અને સ્થાનીક પોલિસ સાથે ઝપાઝપી થઇ હતી અને તેમા એકઠા થયેલા લોકોએ પોલિસ પર પત્થરો મારો કર્યો હતો.

એટલુ જ નહીં પરંતુ આ એકઠા થયેલા સંગઠને વિસ્તારના રસ્તાઓ પર રહેલી કારના કોચ તોડી નાખ્યા હતાં અને કેટલીક બાઇકોને સળગાવી નાખી હતી અને વિસ્તારમાં હંગામો શરૂ કર્યો હતો. જેને લઇને સ્થાનીક પોલિસે લાઠી ચાર્જ કર્યો હતો અને ટિયર ગેસ છોડ્યો હતો. જેનાથી વાતાવરણ થોડુ હળવુ થયું હતું. ત્યાર બાદ ત્યાં પેરામીલીટરી ફોર્સને પણ તૈનાત કરવામાં આવી હતી. આ કેસમાં પોલિસે કેટલાક લોકોની અટકાયત કરી છે અને પુછતાછ કરી રહ્યાં છે કે તેઓ આ સમગ્ર હોબાળામાં સામેલ છે કે નહીં.

ABOUT THE AUTHOR

...view details