ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાહુલ ગાંધીએ મનમોહનસિંહ પાસેથી બોધપાઠ લેવો જોઈએઃ પૂર્વ નાણાપ્રધાન નટવરસિંહ

નવી દિલ્હીઃ પૂર્વ વિદેશપ્રધાન નટવરસિંહ કોંગ્રસને નજીકથી જાણે અને સમજે છે. તેઓ UPAના ગંઠબંધનની સરકારમાં વિદેશપ્રધાન રહી ચૂક્યા છે. વર્તમાન રાજકીય પરીપેક્ષમાં તેમની ભૂમિકા અને કોંગ્રેસમાં નેતૃત્વ પર નટવરસિંહે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.

priyanka gandhi and soniya gandhi

By

Published : Sep 15, 2019, 9:34 AM IST

ગાંધી પરિવારની નજીક રહી ચૂકેલા નટવરસિંહે કોંગ્રેસ નેતૃત્વ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. તેઓએ કહ્યું કે અનુભવી અને વરિષ્ઠ નેતાઓના સહારાથી પક્ષને બેઠો કરી શકાય છે. રાહુલ ગાંધીમં સમસ્યા છે, તે તેમને ખબર નથી અને તેઓ તેની પર કંઈ કહેવા માંગતા નથી. રાહુલે મનમોહન સિંહ પાસેથી કંઈક શીખવું જોઈએ. સમજી-વિચારીને બોલવું જોઈએ. તેમ ન કરવાથી પાકિસ્તાને યુએનમાં રાહુલના નિવેદનનો સહારો લીધો.

નટવરસિંહની વાતના મુખ્ય બિંદુ

  • હાલ દેશમાં એક જ નેતા છે અને તે છે નરેન્દ્ર મોદી.
  • દેશનો ગાંધી પરિવાર પરથી વિશ્વાસ પહેલાથી જ ઓછો થઈ ગયો છે. ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષમાં.
  • રાહુલે કહ્યું હતુ કે મારા પરિવારનું કોઈ પણ પ્રમુખ નહીં બને, પરંતુ પક્ષે સોનિયા ગાંધીને ફરી તક આપી. કોઈ યુવા અને નવા ચહેરાને તક આપવાની હતી.
  • સોનિયા પ્રિયંકાને કેમ આગળ લઇ આવવા માંગતા નથી, તેની પર મોટી ગુંચવણ છે. 1995ની પેઢી કોંગ્રેસ પરિવારને માન નથી આપતી.
  • ચિદમ્બરમ બાદ કોનો વારો છે, મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે આ તો શરૂઆત છે. ચિદમ્બરમ સામે મોદીએ કાર્યવાહી કરી છે, તો સમજી-વિચારીને કરી હશે.
  • મોદી બદલાની ભાવનાથી કાર્યવાહી નથી કરી રહ્યા. તેમની પાસે 303 સાંસદ છે, તેઓએ એમ કરવાની જરૂર નથી.
  • ભારતને કોંગ્રેસ પક્ષની જરૂર છે, પણ પ્રશ્ન એ છે કે પક્ષને બેઠો કોણ કરે?
  • 18 વર્ષ સોનિયા ગાંધીએ પક્ષને કાબુમા રાખ્યો. ધીમે-ધીમે તે પકડ ઘટી ગઈ. બદલાવ લઇ આવવો તે જૂના જોગીઓના હાથમાં નથી.
  • ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણા... એક પણ જગ્યાએ કોંગ્રેસના જીતવાના અણસાર નથી. તેમ થશે તો પક્ષની સ્થિતિ વધુ ખરાબ થઈ જશે.

ABOUT THE AUTHOR

...view details