ગુજરાત

gujarat

ETV Bharat / bharat

માઉંટબેટનના કહેવા પર કાશ્મીર મુદ્દા માટે UN ગયા હતા નહેરૂ - માઉંટબેટન

નવી દિલ્હીઃ કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્ર જવામાં નહેરૂની ભુલ હતી. તેમને જવું પણ જરૂરી હતું, તો UNના જે ચેપ્ટર સંદર્ભે તે ત્યાં ગયા હતાં તે સૌથી મોટી ભુલ હતી. આવું કહેનારા છે, દેશના પૂર્વ વિદેશપ્રધાન નટવરસિંહ. પૂર્વ કોંગ્રેસ નેતા સિંહે સાફ રીતે કહ્યું હતું કે, આ ભુલ ન થવી જોઇએ પરંતુ નહેરૂએ માઉંટબેટનના કહેવા પ્રમાણે આ કદમ ઉઠાવ્યું હતું.

natwar singh

By

Published : Sep 15, 2019, 9:39 AM IST

સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (UPA)ની સરકારમાં પૂર્વ વિદેશ પ્રધાન રહી ચૂકેલા નટવરસિંહે ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી છે. તેમણે પાકિસ્તાના સાથે દ્રિપક્ષીય સંબંધને લઇ કાશ્મીર મુદ્દા પર પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની ભૂમિકા પર વાતચીત કરી હતી.

ઇટીવી ભારત સાથે વાતચીતમાં નટવરસિંહે કહ્યું કે, પીએમ મોદીએ અનુચ્છેદ 370 હટાવીને સાચુ પગલું ભર્યું છે. આ પહેલા આ સાહસ કોઇ નેતા કરી શક્યા નથી.

  • નેહરૂથી ભુલ એ થઇ કે, અમે ચેપ્ટર 6માં ચાલ્યા ગયા. આ ચેપ્ટરમાં વિવાદના વિષય ઉઠાવવામાં આવે છે. જ્યારે અમારે ચેપ્ટર 7 સંદર્ભે જવાનું હતું. કારણ કે, પાકિસ્તાને હુમલો કર્યો હતો, આ માટે ચેપ્ટર 7ના સંદર્ભે જવાનું હતું. તેનો અર્થ એ પણ છે કે, અમે સ્વિકારી લીધું કે કાશ્મીર વિવાદાસ્પદ વિષય છે. આ તેમની ભુલ છે
  • ગાંધીએ નહેરૂના પત્રને જોયો હતો. જેમાં 3 વિકલ્પ આપ્યા હતાં. પહેલો વિકલ્પ આ ક્ષેત્ર ભારતની સાથે જઇ શકે છે, બીજો વિકલ્પ આ ક્ષેત્ર પાકિસ્તાન સાથે જઇ શકે છે, ત્રીજો વિકલ્પ એ છે કે, તેને સ્વતંત્ર સ્ટેટસ આપવામાં આવે છે. ગાંધીએ ત્રીજા વિકલ્પને ગણકાર્યો નહીં. જો આ બિન્દુ UNમાં જતું રહ્યું હોત તો કાશ્મીર ભારતનો ભાગ હોઇ શકે નહીં.
  • ઇમરાનખાન એક સારા ક્રિકેટર છે, સારા વ્યક્તિ છે, પરંતુ તેમને રાજકારણ કરતા આવડતું નથી.
  • કલમ 370 દૂર કરી એ સાચો નિર્ણય છે. આમ, પણ દેશમાં બે સંવિધાન અને બે કાનૂન કેવી રીતે હોઇ શકે. દેશના બીજા ક્ષેત્રના લોકો ત્યાં જમીન ખરીદી શકતા નથી. આ દૂર કરવુ જરૂરી હતું.
  • સેના પ્રમુખે કાશ્મીરની સ્થિતિ પર નિવેદન ન આપવું જોઇએ. કારણ કે, આ નિર્ણય હંમેશા ચૂંટાયેલી સરકાર લેતી હોય છે.
  • કાશ્મીરના જે નેતા બંધ છે તેમને છોડવામાં આવશે. એટલે જરૂર તે કઇંક કરશે. એટલા માટે સરકારે ધ્યાન રાખી આ મામલાનું નિરાકરણ લઇ આવવું પડશે.
  • આ સાચી વાત છે કે, કાશ્મીરી પંડિત હવે પરત નહીં ફરે. આ કારણોસર તે લોકો જ્યાં પણ જઇ રહ્યા છે, તે ત્યાં વસી ગયા છે. વ્યાપાર, ધંધો, નોકરી અને ભણતર શરૂ કરી ચૂક્યા છે.
  • કાશ્મીર અમારું છે, અમારું રહેશે, પાકિસ્તાન કંઇ પણ બોલે તેનો જવાબ આપવો નથી, નહીં તો તે આપણને તેમના બરાબર જ માની લેશે.
  • યુદ્ધ કરતા પહેલા પાકિસ્તાને 1971નું વર્ષ ન ભુલવું જોઇએ.

ABOUT THE AUTHOR

...view details