ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાષ્ટ્રવાદ અને ભારત માતાના નારાનો ખોટો ઉપયોગ થઇ રહ્યો છે: ડૉ. મનમોહન - પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂની કામગીરી અને ભાષણોનો ઉલ્લેખ કરીને કહ્યું કે, દેશમાં રાષ્ટ્રવાદ અને 'ભારત માતા કી જય'ના નારાનો ઉપયોગ ખોટી રીતે થઇ રહ્યો છે. આ લાખો નાગરિકોને અલગ કરે છે.

ETV BHARAT
રાષ્ટ્રવાદ અને ભારત માતાના નારાનો ખોટો ઉપયોગ થઇ રહ્યો છે: ડૉ. મનમોહન સિંહ

By

Published : Feb 23, 2020, 9:56 AM IST

નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના પુસ્કત વિમોચન પ્રસંગે, નેહરૂની કામગીરી અને ભાષણોનો ઉલ્લેખ કરીને કહ્યું કે, દેશમાં રાષ્ટ્રવાદ અને 'ભારત માતા કી જય'ના નારાનો ઉપયોગ ભારતની ઉગ્ર વિશુદ્ધ ભાવનાત્મક છબીમાં ખોટી રીતે થઇ રહ્યો છે. આ લાખો નાગરિકોને અલગ કરે છે.

પુરૂષોત્તમ અગ્રવાલ અને રાધા કૃષ્ણાના પુસ્તક, 'Who Is Bharat'ના વિમોચનમાં કોંગ્રેસ નેતા મનમોહન સિંહે ભાજપને આડે હાથ લેતા કહ્યું કે, દુર્ભાગ્યવશ દેશના એક વર્ગમાં ઇતિહાસ વાંચવાની ધીરજ નથી અને પછી તેઓ તેમના પૂર્વગ્રહ પ્રમાણે ચાલે છે. તેઓ નહેરૂની છબી ખોટી રીતે બતાવવાના પ્રયાસો કરે છે.

તેમણે કહ્યું કે, પંડિત નેહરૂએ અસ્થિરતાના સમયે દેશનું નૈતૃત્વ કર્યું હતું. તેમના નૈતૃત્વમાં જ દેશે સામાજિક, રાજકીય મતભિન્નતાને અપનાવી લોકતંત્રનો રસ્તો પસંદ કર્યો હતો. નેહરૂને ભારતીય ધરોહર પર ગર્વ હતો અને તે જ વિરાસતથી સુત્ર લઇને તેમણે આધુનિક ભારતની આધારશિલા રાખી હતી. તેમણે કહ્યું કે, નેહરૂના કારણે આજે ભારતની જોશીલા લોકતંત્રના સમૂદાયમાં ગણતરી કરવામાં આવે છે. એટલું જ નહીં ભારતને વિશ્વની એક મોટી શક્તિ પણ માનવામાં આવે છે.

તેમણે કહ્યું કે, પંડિત નેહરૂ માત્ર મહાન નેતા નહીં, પરંતુ મહાન ઈતિહાસકાર, દાર્શનિક અને વિદ્વાન હતાં. સિંહે કહ્યું કે, ઘણી ભાષાઓના જાણકાર પંડિત નેહરૂએ આધુનિક ભારતના અનેક વિશ્વવિદ્યાલયો અને સાંસ્કૃતિક સંસ્થાનોની આધારશિલા રાખી હતી. સ્વતંત્રતા દેશમાં જેવું હોવું જોઈએ, તેવું હજૂ સુધી થયું નથી.

આ પુસ્તકમાં પ્રો. પુરૂષોત્તમ અગ્રવાલ અને પ્રો. રાધાકૃષ્ણએ નેહરૂને સાચા પરિપ્રેક્ષ્યમાં બતાવવાનો પ્રયાસ કર્યો છે. આ પુસ્તકમાં નેહરૂની આત્મકથા સહિત તેમના વિભિન્ન પુસ્તકોનો ભાગ, તેમના ભાષણ અને સાક્ષાત્કારના અંશને આવરી લેવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details