નવી દિલ્હીઃ દેશની રાજધાનીનો માહોલ દિવસેને દિવસે બદ્દથી બદ્દતર થઇ રહ્યો છે, ત્યારે શાહીન બાગ વિસ્તારથી નાગરિક્તા સંશોધન વિરોધી પ્રદર્શનકારીઓને હટાવવાની માગ પર સુપ્રીમ કોર્ટની હવે 23 માર્ચના રોજ સુનાવણી થવાની છે. સંશોધિત નાગરિક્તા કાયદા (CAA) વિરૂદ્ધ શાહીન બાગમાં થઇ રહેલા પ્રદર્શન મામલે કોર્ટ દ્વારા નિયુક્ત વાર્તાકારોએ સોમવારે સુપ્રીમ કોર્ટને સીલબંધ કવરમાં રિપોર્ટ મોકલ્યો હતો.
શાહીન બાગ મુદ્દે વધુ સુનાવણી 23 માર્ચે - વકીલ સાધના રામચંદ્રન
દેશની રાજધાનીનો માહોલ દિવસેને દિવસે બદ્દથી બદ્દતર થઇ રહ્યો છે, ત્યારે શાહીન બાગ વિસ્તારથી નાગરિક્તા સંશોધન વિરોધી પ્રદર્શનકારીઓને હટાવવાની માગ પર સુપ્રીમ કોર્ટની સુનાવણી 23 માર્ચના રોજ થવાની છે.
વાર્તાકાર નિયુક્ત કરવામાં આવેલી વકીલ સાધના રામચંદ્રને વરિષ્ઠ સંજય હેગડેની સાથે ન્યાયમૂર્તિ એસ.કે પૉલ અને ન્યાયમૂર્તિ કે. એમ જોસેફની પીઠને રિપોર્ટ સોંપ્યો હતો. આ બૅન્ચે કહ્યું હતું કે, તેઓ વાર્તાકારોના રિપોર્ટનું અધ્યયન કરશે અને આ મામલા પર આગામી સુનાવણી 26 ફેબ્રુઆરીએ કરશે. વાર્તાકારઓ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ સ્તર પર કેન્દ્ર અને દિલ્હી પોલીસના પ્રતિનિધિત્વ કરનારા વકીલો અને યાચિકાકર્તાઓ સાથે શેર કરવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે, નાગરિક્તા સંશોધન કાયદાના વિરૂદ્ધમાં હજારો લોકો દિલ્હીના શાહીન બાગ પર 60 કરતા વધુ દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ તમામ લોકોએ શાહીન બાગને બ્લોક કર્યો છે અને હાલમાં પણ તે રસ્તા પર લોકોનો જમાવડો હોવાથી સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આ પ્રદર્શનકારીઓને હટાવવાની માગ કરવામાં આવી હતી, પરંતુ આ વિરોધ કરનારા લોકો કોઇ પણ સંજોગોમાં પોતાનો વિરોધ રોકી રહ્યા ન હોવાથી સરકાર દ્વારા વાર્તાકારોની નિમણુક કરવામાં આવી હતી. ક્યાંકને ક્યાંક તે પણ સરકારની તરફેણમાં કામ કરી શક્યા નહોતા. નાગરિક્તા સંશોધન કાયદાને પાછો ખેંચવાની માગ સાથે પ્રદર્શન કરી રહેલા લોકો કોઇ પણ સંજોગોમાં શાહીન બાગ ખાલી કરી રહ્યા નથી. જેથી સરકારના પ્રયત્નો નિષ્ફળ જઇ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.