રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)નું 5 દિવસીય રાષ્ટ્રીય અધિવેશન આજે ઈન્દૌરમાં શરૂ થયું છે. જેમાં સંઘના વર્ષ દરમિયાન યોજાનારા કાર્યક્રમો પર વિચાર-વિમર્શ કરવામાં આવશે અને આવનારા સમયના પડાકારોની ચર્ચા કરવામાં આવશે.
ઈન્દૌરમાં RSSના 5 દિવસીય સંમેલનની આજથી શરૂઆત - rss news
ઈન્દૌરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નું રાષ્ટ્રીય અધિવેશન ગુરૂવારથી ઈન્દૌરમાં શરૂ થયું છે. 2 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી આ અધિવેશન ચાલશે. તેમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ સામેલ થશે.
સંઘ પ્રમુખનો વર્ષના પ્રથમ સપ્તાહમાં ઈન્દૌરનો આ પ્રવાસ ખૂબ મહત્ત્વપૂર્ણ હોવાનું મનાઈ રહ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવકના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરમાંથી રાષ્ટ્રીય પદાધિકારીઓ સામેલ થશે. અધિવેશનમાં સંઘના 400 સ્વંય સેવકો ભાગ લેશે. આ ઉપરાંત સહ કાર્યવાહ ભૈયાજી જોષી, ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડા, પાર્ટીના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, રામ માધવ સહિત કેટલાય કેન્દ્રીય પ્રધાનો ભાગ લેશે. આ અધિવેશનમાં નાગરિકતા સંશોધન કાયદા અને રામ મંદિર જેવા મહત્ત્વપૂર્ણ વિષયો પર ચર્ચા થશે.