નવી દિલ્હી : 25 માર્ચે વડાપ્રધાને સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. દેશભરમાં લોકડાઉનની વચ્ચે પીએમ મોદીએ એક બાળકીની તસવીર શેર કરી છે. જેની સાથે કેપ્શનમાં લખ્યુ છે કે, 'દિલચસ્પ ઓર ભાવ ભી બહુત ગહરા' મન કી બાત કાર્યક્રમ બાદ વડાપ્રધાને મોદીએ આ ફોટો શેર કર્યો હતો. જે ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.
PM મોદીએ લોકડાઉનનો સંદેશ આપતી બાળકીને તસવીર ટ્વીટ કરી - ભારતમાં લોકડાઉન
કોરોના મહામારી સામે લડવા લોકડાઉન મહત્વનું હથિયાર છે. તેમ છતાં ઘણી બધી જગ્યાએ લોકડાઉનનું ઉલ્લંઘન થઈ રહ્યુ છે. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ લોકડાઉનનો મર્મ સમજાવતી એક બાળકીની તસવીર પોતાના ટ્વીટર હેંડલ પર શેર કરી છે.

PM મોદીએ લોકડાઉનનો સંદેશ આપતી બાળકીને તસવીર ટ્વીટ કરી
વડાપ્રધાન મોદીએ શેર કરેલા ફોટોમાં એક નાની બાળકી દેખાઇ રહી છે. જે પોસ્ટર સાથે બેઠી છે. આ પોસ્ટરમાં લખ્યુ છે કે, ' જો હું મારી માતાના ગર્ભમાં 9 મહિના રહી શકતી હોઉ તો? તમે ભારત માતા માટે 21 દિવસ ઘરમાં નથી રહી શકતા' સ્ટે હોમ, બી સેફ.