ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાષ્ટ્રીય પોષણ સપ્તાહ 2020 - VLCC Healthcare Limited

તમારે ઓછું ખાવાની જરુર નથી પણ યોગ્ય ખાવાની જરુર છે. તંદુરસ્ત શરીર અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગ્ય આહારની જરુર હોય છે. લોકોમાં ખોરાકની પસંદગી અને જીવનશૈલીમાં પરિવર્તન વિશે વ્યાપક જાગૃતિ લાવવા માટે 1થી 7 સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.

NATIONAL NUTRITIONWEEK 2020
રાષ્ટ્રીય પોષણ સપ્તાહ 2020

By

Published : Aug 31, 2020, 11:08 PM IST

ન્યૂઝ ડેસ્કઃ તમારે ઓછું ખાવાની જરુર નથી પણ યોગ્ય ખાવાની જરુર છે. તંદુરસ્ત શરીર અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગ્ય આહારની જરુર હોય છે. લોકોમાં ખોરાકની પસંદગી અને જીવનશૈલીમાં પરિવર્તન વિશે વ્યાપક જાગૃતિ લાવવા માટે 1થી 7 સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે સરકારે સપ્ટેમ્બર મહિનાને "રાષ્ટ્રીય પોષણ માહ" 2020 તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. પોષણ માહ માટે બે મોટી પ્રવૃત્તિઓ છે. ગંભીર કુપોષણ (SAM - સિવિયર એક્યુટ માલન્યૂટ્રિશિયન) વાળા બાળકોની ઓળખ અને ટ્રેકિંગ કરવી.

વડાપ્રધાનની યોજના પોષણ અભિયાન કુપોષિત સુધી લોકો પહોંચવા માટેની એક યોજના છે. આ યોજનાને ઝુનઝુનુ, રાજસ્થાનથી 2018માં વડાપ્રધાન દ્વારા લોન્ચ કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જાહેર કરેલી રાષ્ટ્રીય પોષણ માહ 2020ની ઉજવણીની નોંધ મુજબ, આ કાર્યક્રમનો ઉદ્દેશ 6 વર્ષ સુધીના બાળકો, કિશોરો, ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાની પોષણની સ્થિતિમાં સુધારો કરવાનો છે. પોષણ મહિનાની ઉજવણીનો હેતુ દેશના દરેક ખૂણામાં પોષણનો સંદેશ ફેલાવાનો અને બાળકોમાં યોગ્ય ખોરાક, સારવાર અને નિવારણ તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. તે ઓછામાં ઓછા 6 મહિનાની વય સુધીના શિશુઓને વિશિષ્ટ સ્તનપાનની પ્રથાને પ્રોત્સાહન આપવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ઉપરાંત પોષણ માહમાં કિચન ન્યુટ્રી ગાર્ડનમાં વાવેતર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં લોકોને પૌષ્ટિક શાકભાજી અને ફળ આપનારા છોડ અને ઝાડ રોપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

ફળો અને શાકભાજી સૂક્ષ્મ પોષક તત્ત્વોનો મહત્વપૂર્ણ સ્રોત છે. તેનો નિયમિત વપરાશ સારા આરોગ્ય, પોષણ અને સુખાકારી માટે મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે, આયર્ન સમૃદ્ધ શાકભાજી અને ફળોનું નિયમિત અને યોગ્ય સેવન એનિમિયા ઘટાડવામાં મદદ કરી શકે છે. ઉપરાંત, સાઇટ્રસ ફળો, હળદર, આદુ અને સ્થાનિક રીતે ઉગાડવામાં આવતા અન્ય ઉત્પાદનોનો વપરાશ રોગપ્રતિકારક શક્તિ વધારવા સાથે સંકળાયેલ છે. આ ઉપરાંત તે વાઈરલ ચેપ અને રોગોની રોકથામમાં મદદ કરી શકે છે. સપ્ટેમ્બર ભારતના મોટાભાગના ભાગોમાં શાકભાજી અને ફળો ઉગાડવાની આદર્શ મોસમ છે. કિચન ગાર્ડનના વિકાસ માટે "પોષણ કે લિયે પૌધે"ને પ્રોત્સાહિત કરી શકાય છે. રાષ્ટ્રીય પોષણ સપ્તાહ, પોષણ માહની ભારતભરમાં બહુવિધ પ્લેટફોર્મ અને માધ્યમથી ઉજવણી કરવામાં આવશે. જેમ કે ઇ મીટિંગ્સ, વેબિનારો, સ્પર્ધાઓ, સફળતાની વાર્તાઓ વગેરે. ચાલો સાથે મળીને ભારતને એક સ્વસ્થ દેશ બનાવીએ.

-ડૉક્ટર દિપ્તી વર્મા

પ્રોગ્રામ હેડ – ન્યૂટ્રિશન

VLCC હેલ્થકેર લિમિટેડ – સ્કિલ ડેવલપમેન્ટ

ABOUT THE AUTHOR

...view details