ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, વાયુસેનાનું વિમાન ઉડ્ડયન દરમિયાન રન વે પાર કરી ગયું

મુંબઇ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં મંગળવારે રાતે ઓક મોટી દુર્ઘટના ટળી હતી. મુંબઇ એરપોર્ટ પર ભારતિય વાયુ સેનાનનું એક વિમાન ઓવર રન કરી ગયું હતું. આ વિમાન મુંબઇ થી બેંગ્લુરુ માટે ઉડાન ભરી રહ્યું હતું. જો કે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.

ફાઇલ ફોટો

By

Published : May 8, 2019, 11:11 AM IST

Updated : May 8, 2019, 11:43 AM IST

આ અકસ્માતની એરપોર્ટ ઓથોરિટી દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. એરપોર્ટ પ્રશાસને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય વાયુ સેનાનું AN -32 મંગળવારે રાત્રે રનવે-27 પર ઓવર રન કરી ગયું હતું.

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં મંગળવારે રાતે ઓક મોટી દુર્ઘટના ટળી હતી. મુંબઇ એરપોર્ટ પર ભારતિય વાયુ સેનાનનું એક વિમાન ઓવર રન કરી ગયું હતું. આ વિમાન મુંબઇ થી બેંગ્લુરુ માટે ઉડાન ભરી રહ્યું હતું. જો કે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.

જો કે આ દુર્ઘટનાને પગલે 50 અન્ય વિમાનોને અસર પહોંચી છે. કોઇક ફ્લાઇટને રદ કરવામાં આવી છે તો કોઇક ફ્લાઇટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

મુંબઈ એરપોર્ટના રનવે -27 સામાન્ય કામગીરી માટે કાર્યરત નથી રહેતું. આ જ કારણ છે કે અકસ્માત થયો ત્યારે રનવેની આસપાસના વિસ્તારમાં કોઈ ન હતું.

વાસ્તવમાં, વિમાનને ઉડાન કરવા માટે રનવે પર નિયમિત અંતર નક્કી કરવામાં આવે છે, જેમાં વિમાનને ટેક ઓફ કરવાનું હોય છે. મુંબઈમાં થયેલી આ દુર્ઘટનામાં વિમાન આ નિયમિત અંતરને પાર કરી ગયું અને આગળ નીકળી ગયું, જેના કારણે આ અકસ્માત થયો.

Last Updated : May 8, 2019, 11:43 AM IST

ABOUT THE AUTHOR

...view details