એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તરફથી બુધવારના રોજ જાહેર કરાયેલ પ્રેસ રિલીઝ મુજબ, હરિયાણાના પંચકુલાના સેક્ટર 6ના પ્લોટ નંબર સી-17 ને જપ્ત કરવામાં આવ્યા છે. ED મુજબ હરિયાણાના ભૂતપૂર્વ પ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડા દ્વારા એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડને આ મિલકત ફાળવવામાં આવી હતી.
નેશનલ હેરાલ્ડ કેસ: ગાંધી પરીવારને મોટો ઝટકો, EDએ જપ્ત કરી રૂ.64 કરોડની સંપત્તિ - ED
ચંદીગઢ/નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બુધવારે નેશનલ હેરાલ્ડ કેસ સાથે સંબંધિત મની લોન્ડ્રિંગ કેસ બાબતે મોટી કાર્યવાહી હાથ ધરી છે. EDએ હરિયાણામાં લગભગ 64 કરોડ રૂપિયાની સંપતિ જપ્ત કરી છે. ED દ્વારા જપ્ત કરાયેલી આ મિલકત નેશનલ હેરાલ્ડ અને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ સાથે સંકળાયેલી છે.
ED
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મુજબ, પંચકુલાની આ મિલકત વર્ષ 1982 માં AJLને ફાળવવામાં આવી હતી. EDના જણાવ્યા પ્રમાણે, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ મિલકતની ફાળવણીમાં તેમના પદનો દુરુપયોગ કરતા AJLને લાભ આપ્યો હતો. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હુડાએ હરિયાણા શહેરી વિકાસ સત્તાધિકારના નિયમો અને નીતિઓને ધ્યાન પર રાખ્યા છે.
Last Updated : May 29, 2019, 1:28 PM IST