ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતના સહયોગમાં BIMSTECને નહીં, SAARC સભ્યોને છે સમસ્યાઃ જયશંકર

નવી દિલ્હીઃ વિદેશપ્રધાન એસ.જયશંકરે કહ્યું કે, ભારતના આર્થિક સહયોગને લઇ BIMSTEC નેતાઓની માનસિકતા યોગ્ય છે. SAARC ની સાથે સમસ્યા છે. તેમણે સ્પષ્ટ રીતે આ વાત પાકિસ્તાનને લઇને જણાવી હતી.

By

Published : Jun 6, 2019, 8:57 PM IST

ફાઇલ ફોટો

તેમણે કહ્યું કે, આ જ કારણ છે કે BIMSTECના નેતાઓને વડાપ્રધાન મોદીની શપથગ્રહણ વિધીમાં નિમંત્રણ આપવામાં આવ્યું હતું. 31મી મેના રોજ વિદેશપ્રધાન તરીકે પદગ્રહણ કરનાર એસ.જયશંકરે પ્રથમ વખત સાર્વજનિક કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે દક્ષિણ એશિયાના દેશો સાથે સારા સંપર્ક બનાવા માટે ભારતને ઉદારનીતિ સાથે અનુકરણ કરવું જોઈએ તથા પાડોસી દેશ સાથે સહયોગ બનાવો જોઇએ.

જયશંકરએ વધુમાં જણાવ્યું કે, “SAARCની સાથે સમસ્યા છે. મારૂ માનવું છે કે અમે આ બધાથી જાગૃત છીએ. તમે આતંકવાદની બાબતને અલગ કરી દો તો સંપર્ક અને વ્યાપાર સંબધી સમસ્યાઓ છે.આ સ્પષ્ઠરીતે પારિસ્તાનની તરફથી બોલી રહ્યા હતા. જેની સાથે ભારત સારા સંબધ બનાવા માટે અસમર્થ છે. કારણ કે આંતકવાદને વધારે સમર્થન આપવામાં આવી રહ્યું છે. જેથી ભારતને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે.”

પાકિસ્તાન SAARC નો સભ્ય છે. SAARC માં ભારતની સાથો સાથ અફઘાનિસ્તાન, ભૂટાન, નેપાલ, બાંગ્લાદેશ, શ્રીલંકા તથા માલદીવનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details