નવી દિલ્હીઃ ગૃહમંત્રાલયે કહ્યું કે કેન્દ્રિય પ્રધાન રામ વિલાસ પાસવાનના નિધન પર શોક સ્વરુપે આજે રાષ્ટ્રધ્વજને અડધો ઝુકેલો રાખવામાં આવશે. આજે દિલ્હી, તમામ રાજ્યોની રાજધાનીમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાષ્ટ્રધ્વજને અડધો ઝુકાવી તેમને સન્માન આપવામાં આવશે.
દલિતોના નેતા તરીકે જાણીતા અને કેન્દ્રિય પ્રધાન રામવિલાસ પાસવાનનું ગુરુવારે નિધન થયું છે. આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 74 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. આજે સરકાર દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવા અને તેમને સન્માન આપવા રાષ્ટ્રધ્વજને અડધો ઝુકેલો રાખવાની જાહેરાત કરવામાં આવી છે.