ગુજરાત

gujarat

ETV Bharat / bharat

66માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ ગુજરાતી ફિલ્મ 'રેવા', બેસ્ટ હિન્દી ફિલ્મ 'અંધાધૂન' - અંધાધુન

નવી દિલ્હી: 66માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આયુષમાન ખુરાનાની થ્રિલર ફિલ્મ 'અંધાધૂન'ને બેસ્ટ હિન્દી ફિચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ કાર્યક્રમ શાસ્ત્રી ભવનના પ્રથમ ફ્લોરના PIB કોન્ફ્રેન્સ હોલમાં આયોજીત કરવામાં આવ્યો હતો. ફિચર ફિલ્મોના 31 કેટેગરીમાં નેશનલ એવોર્ડ આપવામાં આવ્યા હતા. બેસ્ટ ગુજરાતી ફિલ્મ-મોનલ ગજ્જરની 'રેવા'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત ગુજરાતી ફિલ્મ હેલ્લારોને પણ નેશનલ એવોર્ડ મળ્યો છે.

ફાઇલ ફોટો

By

Published : Aug 9, 2019, 5:07 PM IST

Updated : Aug 9, 2019, 6:32 PM IST

દિલ્હીમાં 66માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડની જાહેરાત થઇ હતી. આ એવોર્ડમાં ફિલ્મની કેટેગરીમાં 31 તથા નોન ફિચર ફિલ્મની કેટેગરીમાં 23 એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે ભારતીય ભાષાઓની ફિલ્મો માટે રાષ્ટ્રીય એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેની અંતર્ગત બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડાઇરેક્ટર, બેસ્ટ પ્રોજક્શન, સામાજીક સંદેશ, ગાયક, ગીત તથા ગીતકારની કેટગરીઓમાં નામાંકન કરવામાં આવે છે. આ વર્ષે લોકપ્રિય હિન્દી ફિલ્મ "અંધાધૂન"ને બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મમાં તબ્બૂ તથા આયુષ્માન ખુરાનાએ અભિનય કર્યો છે.

66માં રાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલની જાહેરાત હાલમાં જ થઇ છે. આયુષ્માન ખુરાનાની ફિલ્મ "અંધાધૂન"ને બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ જીતી લીધો. વિવાદોમાં રહેલી દીપિકા પાદુકોણ-રણવીર સિંહ અને શાહિદ કપૂરની 'પદ્માવત'એ બેસ્ટ કોરિયોગ્રાફી એવોર્ડ જીત્યો છે. આ એવોર્ડની જાહેરાત આમ તો એપ્રિલ મહિનામાં થવાની હતી પણ લોકસભા ચૂંટણીને કારણે આ એવોર્ડની જાહેરાત મોડી થઇ છે.

reva
  • બેસ્ટ હિન્દી ફિલ્મ- આયુષ્માન ખુરાનાની 'અંધાધૂન' આ ફિલ્મમાં તબ્બૂ અને રાધિકા આપ્ટે લિડ રોલમાં છે.
  • બેસ્ટ કોરિયોગ્રાફી- દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂરની ફિલ્મ 'પદ્માવત'એ 'ધૂમર' સોન્ગ માટે જીત્યો છે.
  • બેસ્ટ મ્યૂઝિક ડિરેક્ટર- આ એવોર્ડ ડિરેક્ટર સંજય લીલા ભણસાલીએ પોતાનાં નામે કર્યો છે.
  • બેસ્ટ પ્લેબેક - બેસ્ટ પ્લેબેકને નેશનલ એવોર્ડ અરિજીત સિંહે જીત્યો છે. અરજિતે આ ફિલ્મ 'પદ્માવત'નાં સોન્ગ બીતે દિન માટે મળ્યો.
  • બેસ્ટ ગુજરાતી ફિલ્મ- મોનલ ગજ્જરની રેવાને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત ગુજરાતી ફિલ્મ હેલારૂને પણ નેશનલ એવોર્ડ મળ્યો હતો.

નર્મદા ઉપર બનેલી ફિલ્મ રેવાને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે. હેલ્લારો ફિલ્મને બેસ્ટ ફિચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે. રેવા‘માં નર્મદા’ની પરીક્રમા કરાવતી આ ફિલ્મ ધ્રુવ ભટ્ટની નવલકથા ‘તત્વમસિ’ પર આધારીત ફિલ્મ છે. ફિલ્મની વાર્તા અમેરિકાથી શરૂ થાય છે અને નર્મદાના તટ પર પૂરી થાય છે.

પ્રખ્યાત લેખક ધ્રુવ ભટ્ટની વર્ષ1998માં આવેલી ગુજરાતી નવલકથા ‘તત્વમસિ’ પરથી ગુજરાતી ફિલ્મ "રેવા" બની છે. નવલકથામાં જેમ જ રેવામાં નર્મદામાતા અને તેના આસપાસનું લોકજીવન , પ્રકૃતિ,આદિવાસી પ્રજાની ખુમારી અને સંસકૃતિ ખુબ જ સરસ શૈલીમાં રજૂ કરવામાં આવી છે.

Last Updated : Aug 9, 2019, 6:32 PM IST

ABOUT THE AUTHOR

...view details