હૈદરાબાદ :ભારતમાં દર વર્ષ 24મી ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં ગ્રાહકોની ગતિશીલતા અને દરેક ગ્રાહકને મળતા અધિકારો અને જવાબદારીઓ અંગે વાકેફ કરવા અંગેની બાબત પર ધ્યાન રાખવામાં આવે છે.
ઇતિહાસ અને મહત્વ
- આ દિવસે ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 1986ને રાષ્ટ્રપતિએ સમંતિ આપી હતી અને તે અધિનિયમ અમલમાં આવ્યો હતો.
- આ કાયદાનો હેતુ ગ્રાહકોને વિવિધ પ્રકાશના શોષણો જેવા કે ખામીયુક્ત ચીજ વસ્તુઓનું વેચાણ, સેવાઓનો અભાવ અને અયોગ્ય વેપાર સામે અસરકારક રીતે સલામતી પુરી પાડવાનો હતો.
- સંસદે સીમાચિહ્ય રુપ એવા ગ્રાહક સુરક્ષા બિલ 2019ને મંજૂરી આપી દીધી હતી. જેનો હેતુ સમયસર અને અસરકારક વહીવટ કરવાનો, ગ્રાહકોના વિવાદના સમાધાન માટે સતામડંળની સ્થાપના કરીને ગ્રાહકોના હકોનું રક્ષણ કરવાનો હતો.
- રાષ્ટ્રપતિની સંમતિ બાદ, તે એક અધિનિયમ બની ગયો છે. જેમાં ગ્રાહકો માટે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સતામંડળ, ગ્રાહકોના હકની સુરક્ષા માટે અને કાયદાના અમલ માટે, CCPA ની સ્થાપના કરવામાં આવી છે.
- ત્રણ દાયકાથી વધુ જુના ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986ને બદલે બદલીને નવો કાયદો લાગુ પાડવામાં આવ્યો છે. જે હેઠળ CCPAએ ગેરવ્યાજબી વેપાર અને વ્યવહારથી ગ્રાહકને થતા નુકશાનને રોકવા માટે હસ્તક્ષેપ કરી શકે છે.
- જે હેઠળ એજન્સી ક્રિયા પણ કરી શકે છે, જે અંતર્ગત રિકોલ, નાણાં પરત કરવા અને પેદાશ પરત આપવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
2020 માટેની થીમ
- આ વર્ષે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ "સસ્ટેનેબલ ગ્રાહક"ની થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે.
- વૈશ્વિક રીતે વાતાવરણમાં આવી રહેલા પરિવર્તન જૈવિક વિવિધતામાં આવી રહેલા નુકશાનને દુર કરવા માટે તાકીદે આકરા પગલા ભરવાની તાતી જરુરિયાત છે.
- 2020ના દાયકામાં પેરિસ સમજુતીને અનુરુપ ગ્લોબલ વોર્મિગને ઓદ્યોગિક સમયની મર્યાદાની કરવાની અને વ્યાપક રીતે જૈવિકવિવિધતાને થતા નુકશાનથી બચવા માટેની છેલ્લી તક છે.
- ગ્રાહકોની સક્રિયતા , જીવન શૈલીમાં આવતુ પરિવર્તન મુખ્ય ભાગ ભજવે છે. અને ગ્રાહકો માટે સરળ સારી પસંદગી બનાવવા માટેની સરકાર અને વેપારીઓને જરુર છે.
- ગ્રાહકોની બાબતોને લઇને વિવિધ વિભાગ દ્વારા ખર્ચ ઘટાડવા અને ગ્રાહકોની ફરિયાદોના સમયસર નિવારણની ખાતરી કરવા માટે નીચે મુજબના મુખ્ય પગલા લેવાયા છે.
- જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ગ્રાહક ફોરમ તૈયાર કરવામાં આવી છે. જેને જિલ્લા, રાજ્ય કે વિવાદ નિવારણ આયોગ અને રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગ કહેવામાં આવે છે.
ગ્રાહક સુરક્ષા અધિનિયન 2019માં ગ્રાહકોને વધુ તાકાત મળી
ગ્રાહક સુરક્ષા અઘિનિયમન 1986 | જોગવાઇ | ગ્રાહક સુરક્ષા અઘિનિયમન 2019 |
કોઇ અલગ સતામંડળ નહોતુ | સતામંડળ | કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સતામંડળ (CCPA)ની સ્થાપના કરવામા આવી |
જો વેચાણકર્તા ઓફિસ ધરાવતો હોય તો જ ગ્રાહક કોર્ડમાં ફરિયાદ દાખલ કરી શકાતી હતી. | ગ્રાહક કોર્ટ | ગ્રાહક કોર્ટમાં ફરિયાદ દાખલ કરી શકે છે. પછી ઓફિસ ઘરાવતા હોય કે અન્ય કામ કરતા હોય |
ગ્રાહકોને સિવિલ કોર્ટમાં કોર્ટમાં જવાની જોગવાઇ નહોતી. પણ ગ્રાહક કોર્ટમાં જઇ શકતો હતો. | ચીજવસ્તુઓની જવાબદારી | ગ્રાહક પ્રોડક્ટ કે તેની મળનારી સર્વિસથી થયેલા નુકશાન માટે દાવો કરી શકે છે. Consumer can seek compensation for harm caused by a product or service |