ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2021: વિજેતા થયેલા 32 બાળકો સાથે વડાપ્રધાને કર્યો વાર્તાલાપ - 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2021

વડાપ્રધાન મોદીએ આજે સોમવારે રાષ્ટ્રીય બાળ પુરસ્કારોના વિજેતાઓ સાથે વાતચીત કરી હતી. આ વર્ષે 32 બાળકોને રાષ્ટ્રીય બાળ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

pm modi
pm modi

By

Published : Jan 25, 2021, 2:19 PM IST

  • વિજેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાને વાતચીત કરી
  • મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના નામ મોકલાયા હતા
  • વિજેતા બાળકો 21 રાજ્યો અને કેન્દ્રોશાસિત પ્રદેશોના 32 જિલ્લામાંથી હતા

નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ આજે 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર'ના વિજેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી હતી. આ માહિતી વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) તરફથી આપવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, શૈક્ષણિક, રમત, કલા, સંસ્કૃતિ, સમાજ સેવા અને બહાદૂરીના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે આ વર્ષે 32 બાળકોને 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

21 રાજ્યો અને કેન્દ્રોશાસિત પ્રદેશોના 32 જિલ્લામાંથી વિજેતા બાળકો

ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય બાળ પુરસ્કાર હેઠળ બાળ શક્તિ એવોર્ડ, રમત, કલા અને સંસ્કૃતિ, સમાજ સેવા, શૈક્ષણિક ક્ષેત્ર અને બહાદુરીના ક્ષેત્રમાં અસાધારણ ક્ષમતાઓ અને ઉત્તમ ઉપલબ્ધિઓ વાળા બાળકોને સન્માનિત કરવામાં આવે છે. વિજેતા બાળકો 21 રાજ્યો અને કેન્દ્રોશાસિત પ્રદેશોના 32 જિલ્લામાંથી હતા. આ બાળકોને શુભકામના આપતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક સંદેશમાં જણાવ્યું હતું કે, 'મને આશા છે કે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2021 ન કેવળ વિજેતાઓને પ્રેરણારૂપ બન્યા પંરતુ અન્ય લાખો બાળકોને પોતાના સ્વપ્નાઓ અને આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. આવો આપણે બધા આપણા દેશની જીત અને સમૃદ્ધિને એક નવી ઊંચાઈ પર લઈ જવા વ્યક્તિગત પ્રયાસ કરીએ.'

હરદા જિલ્લાના વિદ્યાર્થી અનુજ જૈન 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2021' માટે પસંદ થયા હતા

મધ્ય પ્રદેશના હરદા જિલ્લાના વિદ્યાર્થી અનુજ જૈન ' પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2021' માટે પસંદ થયા હતા. ઉલ્લેખનીય છે કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જિલ્લાના 3 વિદ્યાર્થીઓના નામ મોકલાયા હતા. આજે વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હરદાના હોનહાર વિદ્યાર્થી અનુજ સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત મધ્યપ્રદેશની પલક શર્માને પણ રમત માટે 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details