ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશ બન્યો યોગમયઃ નેતા, અભિનેતા, સેના સહિત તમામે કર્યા યોગ

ન્યુઝ ડેસ્કઃ ભારત તેમજ વિશ્વભરમાં વિશ્વ યોગદિનની ઉજવણી થઈ રહી છે. રાજકોટથી રાંચી અને કાશ્મીરથી કન્યાકુમારી  સર્વત્ર યોગદિન ઉજવાય રહ્યો છે. યોગદિનની ઉજવણીમાં વિવિધતા પણ જોવા મળી હતી. આજે નદીમાં ઉતરીને યોગ કરાયા તો જમીનથી 19000 ફુટની ઉંચાઈ યોગાસન કરી યોગનો મહિમા સ્થાપિત કરાયો હતો.

દેશ બન્યો યોગમયઃ નેતા, અભિનેતા, સેના સહિત તમામે કર્યા યોગ

By

Published : Jun 21, 2019, 10:46 AM IST

તસવીરોમાં જોઈએ કેવી રીતે થઈ દેશમાં યોગદિનની ઉજવણી

ઝારખંડના પ્રભાત તારા ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને યોગનું મહત્વ સમજાવ્યુ હતુ. તેમજ યોગ કર્યા હતા.

યોગ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવન ખાતે કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ સાથે યોગદિન ઉજવ્યો હતો.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

ભારતીય નૌકાદળ દ્વારા INS- વિરાટ જહાજ ઉપર યોગ કરાયા હતા.

વિરાટ જહાજ પર યોગ

ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસે રોહતંગ ખાતે પર્વતો વચ્ચે યોગ કર્યા હતાં.

બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા પંજાબનાઅમૃતસરમાં યોગદિવસની ઉજવણી કરાઈ

બોર્ડર સિક્યુરિટી ફોર્સ

મુંબઈ ખાતે અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ મુંબઈ કરો સાથે યોગદિવસની ઉજવણી કરી હતી

શિલ્પા શેટ્ટી

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ દ્વારકા નગરજનો સાથે યોગાસન કર્યા હતાં.

સ્મૃતિ ઈરાનીએ દ્વારકામાં કર્યા યોગ

અસમ રાયફલના સૈનિકો, સ્થાનિક પોલીસ, CRPF અને લોકોએ વરસાદ વચ્ચે મ્યાનમાર બોર્ડર ઉપર યોગદિવસનીઉજવણી કરાઈ હતી.

વરસાદ વચ્ચે યોગ

અમરનાથા યાત્રાની સુરક્ષામાં તૈનાત સૈનિકોએ યોગ કરી વિશ્વ યોગદિન મનાવ્યો હતો.

અમરનાથ યાત્રાની સુરક્ષા વચ્ચે યોગદિનની ઉજવણી

કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી પોતાના સંસદીય ક્ષેત્ર નાગપુરમાં યોગદિવસની ઉજવણીમાં જોડાયા હતા.

નિતિન ગડકરી

હિમાલયના બરફથી આચ્છાદિત પ્રદેશમાં સેનાના જવાનોએ વહેલી સવારે યોગ કર્યા હતા

હિમાલયના બરફી પહાડો વચ્ચે યોગ

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે દિલ્હીના રાજપથ ખાતે આસન કર્યા

રાજનાથસિંહ અને પ્રકાશ જાવડેકર

અરુણાચલ પ્રદેશમાં પણ ITBPના જવાનોએ દીગારુ નદીમાં કમર સુધી ઉતરી અલગ અંદાજમાં યોગ કર્યા હતા.

નદીમાં કરાયો યોગ

મહારાષ્ટ્રના નાંદેડમાં મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિશ અને યોગગુરુ બાબારામદેવે એક મંચ પર યોગ કર્યા.

દેવેન્દ્ર ફડણવિશ અને બાબ રામદેવ

સિક્કીમમાં ITBPના સૈનિકોએ 19000 ફુટની ઉંચાઈએ 15 ડિગ્રી તાપમાનમાં યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણીને સાર્થક કરી હતી.

19000 ફુટની ઉંચાઈએ યોગ

ABOUT THE AUTHOR

...view details