રાષ્ટ્રના ૭3માસ્વતંત્રતા પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી થશે. દેશવાસીઓ ધ્વજવંદન કરી તિરંગાને ગર્વભેર સલામી અપાશે. પરેડ, દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ,સ્વતંત્રતા સેનાનીઓનું સન્માન, સાંસ્કૃતિક કાર્યક્રમ, વૃક્ષારોપણ સહિતના અનેકવિધ કાર્યક્રમો સાથે ૧૫મી ઓગષ્ટ ઉજવાશે. લોકોમાં રાષ્ટ્રપર્વ અને સામાજીક પર્વની એક સાથે ઉજવણીના કારણે ઉત્સાહ જોવાઈ રહ્યો છે.
આજે 73મો સ્વતંત્રતા પર્વઃ આન, બાન અને શાન સાથે ઉજવણી - દેશભરમાં ઉજવણી
નવી દિલ્હી: આજે દેશભરમાં ૭૩માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરાશે. આ વખતે જમ્મુ-કાશ્મી૨માંથી ૩૭૦મી કલમ તથા ૩પ-એ કલમ નાબુદ થતાં પ્રજામાં ભારે ઉત્સાહ છે. આ ઉપરાંત વડાપ્રધાન પરંપરા મુજબ દિલ્હીના લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરશે. ગુજરાતનો રાજ્યકક્ષાનોસ્વતંત્રતા પર્વ આદિવાસી અસ્મિતા ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં ઉજવાશે. મુખ્યપ્રધાન વિજય રુપાણી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
સ્વતંત્ર દિવસના થોડા જ દિવસો અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરી 370ની કલમ દુર કરાઈ છે. આ નિર્ણયથી પહેલાથી જ દેશમાં ખુશીનો માહોલ છે. જેથી આ વખતે આ નિર્ણય ઉપરાંત રક્ષાબંધન અનેસ્વતંત્રતા પર્વની ઉજવણી એક જ દિવસે થવાની હોવાથી ખુશી ત્રણ ગણી થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીનાં લાલ કિલ્લા પરથી, ગૃહપ્રધાન અમિત શાહ શ્રીનગરના લાલ ચોક પરથી ત્રિરંગો લહેરાવશે. જ્યારે ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રુપાણી હસ્તે છોટાઉદેપુર જિલ્લામાં રાજ્યકક્ષાનો સ્વતંત્રતા પર્વ ઉજવાશે.