નવી દિલ્હી: કોરોના વાઈરસ સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશને સંબોધન દરમિયાન 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન બુધવારે કયાં ક્ષેત્રમાં કેટલી રકમનો ઉપયોગ કરવામાં આવશે તે અંગે વિગતો આપશે. આ બાબતે સાંજે 4 કલાકે પ્રેસ કોન્ફરન્સન દ્વારા સંબોધન કરશે.
મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિશેષ આર્થિક પેકેજની ઘોષણા કરી હતી. આ 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ ભારતના GDPના લગભગ 10 ટકા છે. આ વિવિધ વિભાગો સાથે દેશ અને આર્થિક પ્રણાલી સાથે જોડાયેલા લોકોને 20 લાખ કરોડ રૂપિયાનું સમર્થન અને શક્તિ મળશે.