ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રઃ નાસિકમાં 572 કોરોના કેસ નોંધાયા, માલેગાંવમાં પણ સંક્રમિતોમાં સતત વધારો... - મહારાષ્ટ્રના સમાચાર

મહારાષ્ટ્રના નાસિકમાં 7 નવા કેસ સામે આવતા કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 572 પર પહોંચી છે. જેમાંથી 6 કેસ હોટસ્પોટ માલેગાંવમાંથી નોધાયા છે,

નાસિકમાં 572 કોરોના કેસ નોંધાયા,  માલેગાંવમાં પણ સતત વધારો
નાસિકમાં 572 કોરોના કેસ નોંધાયા, માલેગાંવમાં પણ સતત વધારો

By

Published : May 9, 2020, 11:43 AM IST

મહારાષ્ટ્ર: સ્વાસ્થ્ય અધિકારીના જણાવ્યા મુજબ, હોટસ્પોટ માલેગાંવના છ સહિત કુલ 7 લોકોના કોરોના વાઇરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ સાથે જ જિલ્લામાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 572 પર પહોંચી છે.

નોંધાયેલો સાતમો કેસ ચાંદવાડ તાલુકાના દેવરગાંવનો હતો અને તે એક પોઝિટિવ દર્દીનો સબંધી હતો.

કુલ 572 નોંધાયેલા કેસમાંથી 448 માલેગાંવના છે. 44 નાસિક શહેરમાંથી નોંધાયા છે જ્યારે 61 અન્ય તાલુકામાંથી છે. તો 19 એવા દર્દીઓ છે જે બહારના જિલ્લાઓના છે અને અહીં સારવાર લઇ રહ્યા છે.

જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધીમાં 19 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 46 લોકોને રિકવરી બાદ રજા આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details