વૉશિંગ્ટન:ચંદ્ર પર માનવ વસ્તીની વૈજ્ઞાનિક આશા વધુ મજબુત બની છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ ચંદ્ર પર પાણીની શોધખોળ કરી હતી. ખાસ વાતતો એ છે કે, ચંદ્રની સપાટી પર એક એવો વિસ્તાર મળ્યો છે.જ્યાં સુર્યના કિરણો પડે છે. પાણીની શોધ નાસાની સ્ટ્રેટોસ્ફિયર ઑબ્જરવેટરી ફૉર એન્ફ્રારેડ એસ્ટ્રોનૉમી (SOFIA)એ કરી છે. જેનો ઉપયોગ પાણી પીવા માટે અને રૉકેટ ઈંધણ ઉત્પાદન માટે કરવામાં આવશે.
સોફિયાએ ચંદ્રની દક્ષિણ ગોલાર્ધમાં અને જ્યાંથી પૃથ્વી જોવા મળનાર ગડ્ઢોમાંથી એક ક્લેવિયસમાં પાણીના અણુઓની શોધખોળ કરી છે. અત્યારસુધી થયેલા અધ્યનમાં ચંદ્રની સપાટી પર હાઈડ્રોજનના કેટલાક અંશો મળ્યા હતા, પરંતુ પાણી અને પાણી નજીક હાઈડ્રૉક્સિલની જાણકારી મળી ન હતી. નાસાના વિજ્ઞાન મિશન નિર્દેશાલયમાં એસ્ટ્રોફિઝિક્સ વિભાગના નિર્દેશક પૉલ હર્ટઝે કહ્યું કે, પહેલા એવા સંકેત હતા કે, ચંદ્રની ધરતી પર સૂર્ય તરફ (હાઈડ્રૉક્સિલ)એચઓ હોઈ શકે છે. હવે તેની શોધખોળ કરવામાં આવી છે. આ શોધમાં ચંદ્ર વિશે વધુ અભ્યાસ કરવામાં આવશે.