નાસાએ વિક્રમ લેન્ડરને શોધી કાઢ્યું, ફોટા કર્યા જાહેર
વોશિંગ્ટન: અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરને લઇને મોટો ખુલાસો કર્યો છે. જેમાં ચંદ્રમાની સપાટી પરના વિક્રમ લેન્ડરના કેટલાક ફોટા સામે આવ્યા છે. નાસાએ જણાવ્યું કે લૂનર રિકનૈસૈંસ ઓર્બિટરે ચંદ્રમાની સપાટી પર ચંદ્રયાન-2 વિક્રમ લેન્ડરને શોધી કાઢ્યું છે.
શું છે વિક્રમ લેન્ડર, વધુ માહિતી જણાવી દઇએ તો ચંદ્રયાન-2ના લેન્ડરનું નામ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના પિતા ડૉ.વિક્રમ સારાભાઇના નામ પર રાખવામાં આવ્યુ હતું. તેને ચંદ્રમાના એક દિવસ કામ કરવાને લઇને વિકસીત કરવામાં આવ્યો હતો, જે પૃથ્વીના લગભગ 14 દિવસની બરાબર હોય છે. વિક્રમની પાસે બેંગ્લોરની નજીક બયાલૂમાં ભારતીય ડીપ સ્પેસ નેટવર્કની સાથે-સાથે ઓર્બિટર અને રોવરની સાથે સંવાદ કરવાની ક્ષમતા વિકસીત કરવામાં આવી હતી. લેન્ડરને ચંદ્રની સપાટી પર સફળ લેન્ડિંગ કરવાને લઇને ડિઝાઇન બનાવવામાં આવી હતી.