લૂનર રિકોનસન્સ ઓર્બિટર (એલઆરઓ)ના પ્રોજેક્ટ વૈજ્ઞાનિક નોઆહ એડવર્ડ પેટ્રોએ ઇ-મેલ દ્વારા જણાવ્યું કે, 'એલઆરઓ મિશન દ્વારા 14 ઓક્ટોબરના રોજ ચંદ્રયાન -2 વિક્રમ લેન્ડરના ફોટોઝ ક્લિક કરાયા હતાં. પરંતુ, કોઈ જ માહિતી મળી ન હતી.
ચંદ્ર પાસેથી પસાર થતાં અમેરિકી મિશનને ન મળ્યું વિક્રમ લેંડર: નાસા
વોશિંગટન: ઈંડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર (ઈસરો) માટે નિરાશાજનક સમાચાર ત્યારે મળ્યા જ્યારે નાસાએ સમાચાર આપ્યા કે, ચંદ્રની કક્ષામાંથી પસાર થતાં ચંદ્રમાં ઓર્બિટર દ્વારા ક્લિક કરવામાં આવેલા ફોટોમાં ક્યાંય પણ ચંદ્રયાન 2ના વિક્રમ લેંડર દેખાયું નહીં. કે ન તો તે અંગેની સાબિતી મળી. ઉલ્લેખનીય છે કે, ઈસરો દ્વારા ગત 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેંડિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ, લેન્ડર સાથેનો તેમનો સંપર્ક તૂટી ગયા બાદ કોઈ માહિતી મળી નથી.
chandrayaan 2
પીટ્રોએ જણાવ્યું કે, કેમેરા ટીમે ખુબ જ ધ્યાનથી આ ફોટોનું નિરીક્ષણ કર્યું છે. તેમજ લેન્ડિંગના પ્રયાસ પહેલાંના ફોટો અને 14 ઓક્ટોબરના રોજ લેવામાં આવેલા ફોટા વચ્ચે તુલના પણ કરવામાં આવી હતી. પરંતુ, વિક્રમ લેંડર વિશે કોઈ જ માહિતી મળી નથી.