ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના વાઇરસ અંગે નાસાના અવકાશયાત્રીઓનું શું કહેવું છે ? - કોરોના વાયરસ અંગે નાસાના અવકાશયાત્રીઓનું નિવેદન

ઇન્ટરનેશનલ સ્પૅસ સ્ટેશન પર રહેલા નાસાના ત્રણ અવકાશયાત્રીઓએ પત્રકારો સાથે વાત કરી અને વૈશ્વિક વાઇરસ મહામારી અને અપોલો 13ની 50મી વર્ષગાંઠ અંગે પોતાના મંતવ્યો જણાવ્યા. નાસાના ક્રિસ કેસિડી અને રશિયન અનાટોલી ઇવાનિશિન અને ઇવાન વેગ્નર કઝાખિસ્તાનમાંથી ઉડ્યાના છ કલાક બાદ તેમની સોયુઝ કેપ્સ્યુલમાં બેસીને ઓર્બિટિંગ લેબમાં આવ્યા હતા.

nasa
nasa

By

Published : Apr 15, 2020, 12:08 AM IST

ન્યૂઝ ડેસ્ક: ઇન્ટરનેશનલ સ્પૅસ સ્ટેશન પર રહેલા નાસાના ત્રણ અવકાશયાત્રીઓએ પત્રકારો સાથે વાત કરી અને વૈશ્વિક વાઇરસ મહામારી અને અપોલો 13ની 50મી વર્ષગાંઠ અંગે પોતાના મંતવ્યો જણાવ્યા. નાસાના ક્રિસ કેસિડી અને રશિયન અનાટોલી ઇવાનિશિન અને ઇવાન વેગ્નર કઝાખિસ્તાનમાંથી ઉડ્યાના છ કલાક બાદ તેમની સોયુઝ કેપ્સ્યુલમાં બેસીને ઓર્બિટિંગ લેબમાં આવ્યા હતા.

કેસિડીએ જણાવ્યું હતું કે, “અમને ખબર હતી કે સ્પેસ ક્રૂ તરીકે અમારે 9 મહિના કે એક વર્ષ સુધી ક્વૉરન્ટાઇન રહેવાનું છે પરંતુ અમને તે ખબર ન હતી કે બાકીનું આખું વિશ્વ પણ અમારી સાથે જોડાશે !!” આ ત્રણ અવકાશયાત્રીઓ આગામી સપ્તાહે પૃથ્વી પર પાછા ફરી રહેલા અમેરિકાના બે અવકાશયાત્રી જેસિકા મીર અને એન્ડ્રૂ મોર્ગન અને રશિયન કોસ્મોનોટની સાથે થોડા દિવસ રહેશે.

મીરને પુછવામાં આવ્યું હતું કે, તમે જ્યારે પૃથ્વી પર પાછા ફરશો ત્યારે શું કરશો તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, “મારા મિત્રો અને પરિવારજનોને હું ભેટી નહીં શકું તેનું મને દુખ થશે.”

મોર્ગને જણાવ્યું હતું કે, તેમની પાછા ફરવાની તારીખ અને આજથી પચાસ વર્ષ પહેલા અપોલો 13ના અવકાશયાત્રીઓની પાછા ફરવાની તારીખ એક જ છે. અપોલો 13ના અવકાશયાત્રીઓને અવકાશયાનમાં ખામી સર્જાતા ચંદ્ર પર ઉતરાણ કર્યા વગર જ પૃથ્વી પર પાછું ફરવું પડ્યું હતું.

મોર્ગને જણાવ્યું હતું કે, કોરના વાયરસ વૈશ્વિક મહામારીને કારણે મિશન કન્ટ્રોલ ઓપરેશનમાં ફેરફારો થયા હોવા છતાં તેમને ટીમના કૌશલ્ય અને પ્રોફેશનાલિઝમમાં વિશ્વાસ છે. તેમણે ઉમેર્યું હતું કે, “તેઓ અમને સલામત રીતે પૃથ્વી પર પાછા લાવશે, 50 વર્ષ પહેલાં તેમના પૂરોગામીઓએ જેમ કર્યું હતું તેમ.”

કેસિડી, ઇવાનિશિન અને વેગ્નર એક પછી એક સ્પેસ સ્ટેશનમાં આવ્યા હતા અને તેઓ પહેલેથી ત્યાં રહેલા ત્રણ અવકાશયાત્રીઓ સાથે જોડાયા હતા. નવા ક્રૂ મેમ્બર ઑક્ટોબર સુધી ઑન બૉર્ડ રહેશે અને આગામી મહિને ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર પરથી નાસાના બે અવકાશયાત્રીઓ સાથે સ્પેસ એક્સ લોન્ચ ના થાય ત્યાં સુધી આઉટપોસ્ટનું સંચાલન કરશે.

નાસાના સ્પેસ શટલ પ્રોગ્રામનો 2011માં અંત થયા બાદ અમેરિકામાંથી અવકાશયાત્રીઓનું આ પ્રથમ ઓર્બિટલ લોન્ચ છે

મોટા ભાગના લોકો માટે નવો કોરોના વાયરસ હળવા કે મધ્યમ લક્ષણો પેદા કરી શકે છે જેમકે તાવ અને ખાસી કે જે બેથી ત્રણ સપ્તાહમાં મટી જાય છે. કેટલાક લોકો માટે, ખાસ કરીને વૃદ્ધો અને પહેલેથી બીમાર હોય તેવા લોકો માટે તે ન્યૂમોનિયા અને મૃત્યુ જેવી ગંભીર બીમારી લાવી શકે છે. મોટા ભાગના લોકો સાજા થઇ જાય છે.

ABOUT THE AUTHOR

...view details