મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ અંતરાષ્ટ્રીય એરપોર્ટથી એમિરેટસ ઇકે-507ના વિમાનમાં બન્ને સવાર થવા જઇ રહ્યા હતા. વિમાન જ્યારે ઉડાન ભરવાનો જ હતો ત્યારે જ તેમની અટકાયત કરવામાં આવી હતી. ઇમીગ્રેશન વિભાગના અધિકારીઓએ તેમને તપાસ માટે ઉતાર્યા હતા. જો કે, આ પાછળનું કારણ હજૂ સુધી જાણવા મળ્યું નથી.
જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલની મુબંઇ એરપોર્ટથી કરાઇ અટકાયત - Gujaratinews
નવી દિલ્હી : જેટ એયરવેઝના સંસ્થાપક તથા ચેરમેન નરેશ ગોયલ તથા તેમની પત્ની અનિતા ગોયલને શનિવારે લંડન માટે ઉડાન ભરવા જઇ રહેલા વિમાનથી ઉતારી લીધા હતા. તેમની એરપોર્ટથી અટકાયત કરવામાં આવી હતી.
ફાઇલ ફોટો
જો કે, જેટ એરવેઝના અધિકારીઓથી આ વિષય પર પુછતાં તેમણે કોઇ જવાબ આપ્યો ન હતો. હાલમાં જ અમુક સાસંદોએ માગ કરી હતી કે, મુંબઇ પોલીસને ગોયલ તથા એયરલાઇનના અમુક અધિકારીઓના પાસપોર્ટ જપ્ત કરી લીધા હતા. તેથી તેઓ દેશ છોડીને ભાગી ન શકે.