ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોદી આજે ગોરખપુરથી કરશે ‘કિસાન સમ્માન નિધિ યોજના’ની શરૂઆત - Congress

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ઉત્તર પ્રદેશના ગોરખપુરથી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાની શરૂઆત કરશે. આ યોજના અંતર્ગત દેશના કરોડો ખેડૂતોના ખાતામાં સરકાર તરફથી આપેલા લાભનો પહેલો હપ્તો આપવામાં આવશે. આ માહિતી કૃષિ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી.

uuuuuu

By

Published : Feb 24, 2019, 9:26 AM IST

અધિકારીએ જણાવ્યુ છે કે, અન્ય એક-બે દિવસમાં એક કરોડ ખેડૂતો સુધી આ લાભ પહોંચાડવામાં આવશે.

કેન્દ્ર સરકારે નાણાકિય વર્ષ 2019-20ના વચગાળાના બજેટમાં પીએમ કિસાન યોજનાની જાહેરાત કરી હતી. યોજના આ જ નાણાકિય વર્ષથી લાગુ કરવામાં આવશે, માર્ચ મહિનાના અંતમાં ખેડૂતોને 2000 રૂપિયાનો પહેલો હપ્તો આપી દેવામાં આવશે. ખેતી ક્ષેત્રે આવતી તકલીફો માટે આ એક સારો પ્રયાસ છે.

ખાદ્યઅન્નની વધુ ખેતીના કારણે ખેડુતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી શકતા નથી. તલ, કપાસ, શેરડી અને બાગાયતી ખેતી કરતા ખેડૂતોની આ મુખ્ય સમસ્યા છે. શનિવારે કેન્દ્ર કૃષિ મંત્રાલયથી જાહેરાત કરવામાં આવી છે કે, નાના અને સીમાંત ખેડૂતો માટે આ યોજનાની શરૂઆત કરી દેવામાં આવી છે.

જેમાં ઉત્તર પ્રદેશ અને કર્ણાટકના સહિત 14 રાજ્યોના એક કરોડથી વધુ ખેડૂતોને તેમના લાભનો રૂપિયા 2000નો હપ્તો મોકલી દેવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details