નવી દિલ્હીઃ આજે સમગ્ર દેશ 71માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ રાજપથ પર આજે ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તો આજે જ વડાપ્રધાન મોદી 'મન કી બાત' પર સમગ્ર દેશવાસીઓ સાથે જોડાશે.
સવારે શહીદોની વાત સાંજે 'મન કી બાત', PM મોદીનું જનતાને સંબોધન - Narendra modi man ki bat
વડાપ્રધાન મોદીએ આજે ગણતંત્ર પર શહીદને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ સાથે આજે સાંજે 6.00 કલાકે 'મન કી બાત' કાર્યક્રમમાં જનતાનું સંબોધન કરશે. વર્ષ 2020નો વડાપ્રધાનનો આ પહેલો કાર્યક્રમ છે.
વર્ષ 2020માં PM મોદીનો આ પહેલો 'મન કી બાત' કાર્યક્રમ છે. તો બીજી બાજુ આજે ગણતંત્ર દિવસ પણ છે. જેથી વડાપ્રધાન મોદીના કાર્યક્રમના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 'મન કી બાત'ના 61માં કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 6:00 કલાકે પોતાના મનના મંથનો અને વિચારો જનતા સમક્ષ પ્રસ્તુત કરશે.
છેલ્લે નરેન્દ્ર મોદી 29 ડિસેમ્બરે 'મન કી બાત' પર લોકોનું સંબોધન કર્યુ હતું. જેમાં તેઓએ ISRO પર વાત કરી હતી. આ પ્રોગ્રામ રાબેતા મુજબ ઓલ ઈન્ડિયા રેડિયો, દુરદુર્શન અને નરેન્દ્ર મોદી એપ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે.