દહેરાદૂનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના મુખ્યપ્રધાન સાથે કોરોના મહામારી અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત પીએમ મોદીએ કોરોના સંક્રમિત સૈનિકો વિશે પણ માહિતી મેળવી હતી. વડાપ્રધાને સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતને રાજ્ય સરકાર અને સેનાના અધિકારીઓ વચ્ચે સમન્વય સ્થાપિત કરવા માટે જણાવ્યું હતું.
વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડના સીએમ સાથે કરી વાત, કોરોના અંગે થઇ ચર્ચા - ઉત્તરાખંડ કોરોના અપડેટ
ઉત્તરાખંડમાં કોરોના વાઇરસના સંક્રમણને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવત સાથે વાતચીત કરી હતી.
![વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડના સીએમ સાથે કરી વાત, કોરોના અંગે થઇ ચર્ચા narendra modi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8088162-thumbnail-3x2-pm.jpg)
ઉત્તરાખંડમાં કોરોના સંક્રમણને કારણે 52 લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે પ્રદેશમાં 1,100થી વધુ કોરોનાના એક્ટિવ કેસ છે. હાલમાં જવાનો પણ કોરોના સંક્રમિત થયા હતા. આ મામલે વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડના ત્રિવેન્દ્ર સિંહ રાવત સાથે ટેલિફૉનિક વાતચીત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે, રાજ્ય સરકાર સેનાના અધિકારીઓ સાથે સમન્વય સ્થાપિત કરવો જોઇએ.
ઉત્તરાખંડના મુખ્યપ્રધાન કાર્યાલયના અનુસાર, મુખ્યપ્રધાને કહ્યું કે, સેના સાથે નિયમિત રીતે સંપર્ક કરવામાં આવે છે અને દરેક આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવી રહી છે.