નવી દિલ્હી: કૃષિ સંબંધિત બિલના વિરોધમાંશિરોમણી અકાલી દળના નેતા અને કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌરે કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. જે બાદવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રેણીબદ્ધ ટ્વીટ કરતા જણાવ્યું કે, ઘણા લોકો ખેડૂતોને ભ્રમિત કરવાનું કામ કરી છે. હું મારા ખેડૂત ભાઈઓ અને બહેનોને ખાતરી આપું છું કે, મહત્તમ વેચાણ કિંમત (MSP) અને સરકારી ખરીદીની વ્યવસ્થા યથાવત રહેશે. આ બીલ ખરેખર ઘણા વધુ વિકલ્પો આપવાની સાથે ખેડૂતોને વધુ સશક્ત બનાવશે. આ કૃષિ સુધારણાથી ખેડૂતોને તેમની પેદાશો વેચવાની નવી તકો મળશે, જેનાથી તેમનો નફો વધશે. આ સાથે આપણા કૃષિ ક્ષેત્રને આધુનિક તકનીકીનો લાભ મળવાથી ખેડૂતો સશક્ત થશે.
નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, લોકસભામાં ઐતિહાસિક કૃષિ સુધારણા બીલ પસાર થવું એ દેશના ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ બાબત છે. આ બીલથી ખેડૂતોને ખરેખર મધ્યસ્થી અને તમામ અવરોધોથી મુક્તિ મળશે. હું ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકોને કૃષિ સુધારણા બીલો પર ચર્ચા દરમિયાન લોકસભામાં કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર દ્વારા અપાયેલા ભાષણને સાંભળવા માટે વિનંતી કરું છું.