ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સ્વચ્છ ભારત અભિયાન માટે PM મોદીનું ગ્લોબલ ગોલકીપર એવોર્ડથી સન્માન - ગ્લોબલ ગોલકીપર એવોર્ડ

ન્યૂયોર્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. વડાપ્રધાન મોદીને 'સ્વચ્છ ભારત અભિયાન' માટે બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને ગ્લોબલ ગોલકીપર એવોર્ડથી સંમાનિત કર્યા છે. માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટસે વડાપ્રધાન મોદીને ગ્લોબલ ગોલકીપર એવોર્ડ એનાયત કર્યા હતા.

etv bharat વડાપ્રધાન મોદીને ગ્લોબલ ગોલકીપર એવોર્ડથી સંમાનિત કરાયા

By

Published : Sep 25, 2019, 6:58 AM IST

Updated : Sep 25, 2019, 12:12 PM IST

આ તકે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'ગ્લોબલ ગોલકીપર એવોર્ડ' મળવો આ મારું નહીં, પરંતુ કરોડો ભારતીયોનું સન્માન છે, જેમણે માત્ર સ્વચ્છ ભારતના સ્વપ્ન પૂરું કર્યું જ નહીં, પરંતુ તેને પોતાના જીવનનો એક ભાગ પણ બનાવ્યો છે.

ANIનું ટ્વીટ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મહાત્મા ગાંધી 150 જન્મ જયંતી પર મને આ એવોર્ડ મળવો મારા માટે વ્યક્તિગત રીતે મહત્વપૂર્ણ છે. આ વાતનું પ્રમાણે છે કે, 130 કરોડ લોકોની જનશક્તિ કોઈ એક સંક્લપને પૂરો કરવા માટે જોડાય, તો કોઈ પણ પડકાર પર જીત મેળવી શકે છે.

PM મોદીનું ગ્લોબલ ગોલકીપર એવોર્ડથી સન્માન

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ 2 ઓક્ટોબર 2014એ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાન હેઠળ અત્યાર સુધી દેશમાં 6 કરોડ શૌચાલય બનાવવામાં આવ્યા છે. અત્યારે દેશના 98 ટકા ગામોમાં શૌચાલયની સુવિધા ઉપલબ્ધ છે. જ્યારે 4 વર્ષ પહેલા આવા ગામોમાં સંખ્યા ફક્ત 38 ટકા હતી. આંકડાઓ પ્રમાણે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હવે 27 રાજ્યો હવે ખુલ્લામાં શૌચ કરવાથી મુક્ત થઈ ચૂંક્યા છે.

Last Updated : Sep 25, 2019, 12:12 PM IST

ABOUT THE AUTHOR

...view details