ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચેન્નઈ-વ્લાદિવોસ્તોક વચ્ચે દરિયાઈ માર્ગે ચાલશે જહાજ, વડાપ્રધાન મોદીએ કરી જાહેરાત - શિંજો આબે

રશિયા: વિદેશપ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી જાહેરાત કરી છે. ભારત અને રશિયા વચ્ચે જહાજ સેવા શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની જાહેરાત પણ ખુદ નરેન્દ્ર મોદીએ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બે દિવસીય વિદેશ પ્રવાસ માટે રશિયાના વ્લાદિવોસ્તોકમાં છે. બુધવારે વડાપ્રધાન મોદી વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી અને ગુરુવારે વડાપ્રધાન મોદીએ મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મોદીએ ઝાકીર નાઈકનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આજે વડાપ્રધાન મોદી અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. PM મોદીએ અટલ બિહારી વાજપાઈ સાથેની જૂની તસ્વીરો રજૂ કરી તેમને યાદ કર્યા છે.

Narendra modi

By

Published : Sep 5, 2019, 9:51 AM IST

Updated : Sep 5, 2019, 3:03 PM IST

વડાપ્રધાને ચેન્નઈ અને વ્લાદિવોસ્તોક વચ્ચે દરિયાઈ માર્ગે જહાજ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. ઉપરાંત ભારત અને રશિયા ભેગા મળી અવકાશ ક્ષેત્રે કાર્ય કરવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

અટલ બિહારી વાજપાઈ સાથેની યાદગાર તસ્વીર
અટલ બિહારી વાજપાઈ સાથેની યાદગાર તસ્વીર

વડાપ્રધાને અટલ બિહારી વાજપેયી સાથેની 2001ની તસ્વીર રજૂ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બે દિવસીય વિદેશ પ્રવાસ માટે રશિયાના વ્લાદિવોસ્તોકમાં છે. બુધવારે વડાપ્રધાન મોદી વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી અને ગુરુવારે વડાપ્રધાન મોદીએ મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મોદીએ ઝાકીર નાઈકનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આજે વડાપ્રધાન મોદી અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.

વડાપ્રધાનનું ટ્વીટ

વડાપ્રધાન મોદી ઈસ્ટર્ન ઈકૉનોમીક ફોરમમાં સંબોધન કરવાના છે. ઉપરાંત બિઝનેશ પેવેલિયનની પણ મુલાકાત લેશે. મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે દ્વીપક્ષિય ચર્ચા દરમિયાન મોદીએ ઝાકીર નાઈકનો મુદ્દો ઉઠાવ્યો હતો. બંને દેશ વચ્ચે નક્કી થયુ કે, અધિકારીઓ આ મુદ્દે સતત સંપર્ક કરી રહ્યાં છે. ભારત ઝાકીર નાઈકને પરત લાવવા પ્રયત્નો કરી રહ્યું છે.

સૌજન્ય - ANI
સૌજન્ય - ANI

વડાપ્રધાન મોદી અને જાપાનના PM શિંજો આબે વચ્ચે થયેલી મુલાકાત અંગે વિદેશ સચિવે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિંજો આબે વચ્ચે કેટલાય મુદ્દાઓ સંદર્ભે ચર્ચા થઈ છે. જાપાનના વડાપ્રધાનના આગામી ભારત પ્રવાસ અંગે પણ ચર્ચા કરાઈ હતી.

વડાપ્રધાનનો રૂસ પ્રવાસ
Last Updated : Sep 5, 2019, 3:03 PM IST

ABOUT THE AUTHOR

...view details