ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નરેન્દ્ર મોદી કાલીદાસ જેવા છે: મમતા બેનર્જી - Kalidas

ન્યૂઝ ડેસ્ક: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ખોટું બોલવાના આક્ષેપો સાથે તેમની તુલના કાલીદાસ સાથે કરી છે. સંસ્કૃતના મહાન લેખક બનવા પહેલા કાલીદાસને મુર્ખ માનવામાં આવતા હતા.

ફાઇલ ફોટો

By

Published : Apr 28, 2019, 8:28 AM IST

પશ્ચિમ બંગાળમાં આવેલ હુગલીમાં એક જાહેરસભા દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું હતું કે, "તમે બધા કાલીદાસની વાર્તા વિશે તો જાણતા જ હશો. તેઓ ઝાડની જે ડાળ પર બેસતા તે જ ડાળને જ કાપતા હતા. નરેન્દ્ર મોદી પણ એજ ડાળ કાપી રહ્યાં છે. અને દેશને, રાજ્ય સહિત લોકોને પણ પક્ષપાત કરાવી લોકોને વહેંચી રહ્યાં છે."

મુખ્યપ્રધાન મમતા બેનર્જી જણાવ્યું હતું કે, જો PM અહિંયા આવીને કહે છે કે અમે તેમના લોકોને લટકાવીને માર્યા છે તે બીજુ કાંઇ નહી પણ લોકોને ઉકસાવવા માટે કરે છે.

આ મામલે વધુમાં જણાવતા બેનર્જીએ કહ્યું હતું કે, લોકો તેમના દુ:ખના કારણે આત્મહત્યા કરતા હોય છે. તેઓ કહી રહ્યાં છે કે, અમે તેમના કાર્યકર્તાઓને માર્યા છે. જ્યારે પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં તમામ કેસોમાં આત્મહત્યાની વાત કહેવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details