વડાપ્રધાન મોદીએ અમેરિકી કંપનીઓને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું - આર્થિક ક્ષેત્રના નિર્ણયોનો ઉલ્લેખ
ન્યૂયોર્ક: વડાપ્રધાન મોદીએ ન્યૂયોર્કમાં અમેરિકી કંપનીઓને ભારતમાં રોકાણ કરવા માટે આહ્વાન કર્યું છે. તેમણે બ્લૂમબર્ગમાં બિઝનેસ ફોરમમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદીએ પોતાના કાર્યકાળ દરમિયાન આર્થિક ક્ષેત્રના નિર્ણયોનો ઉલ્લેખ કરી કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વિકસી રહી છે.
pm modi latest speech
મુદ્દાસર જાણો વડાપ્રધાન મોદીની વાત...
- નવીનીકરણ ઊર્જાના 175 ગીગાવોટના લક્ષ્યમાં 120 ગીગાવોટ પ્રાપ્ત કરી લીધો છે. ટૂંક સમયમાં જ આ લક્ષ્ય 450 ગીગાવોટના લક્ષ્યને પાર કરશે.
- તમારી ઈચ્છા અને અમારા સપના સંપૂર્ણ રીતે મેળ ખાય છે. તમારી ટેક્નોલોજી અને અમારી પ્રતિભા દુનિયાને બદલી શકે છે.
- ભારતને વિતેલા પાંચ વર્ષમાં 286 અબજ ડૉલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ મળ્યું છે. જે વિતેલા 20 વર્ષોમાં એફડીઆઈનું અડધુ છે.
- ભારતમાં સુધારની પ્રક્રિયા ચાલુ જ રહેશે.
- લોકતંત્ર, રાજકીય સ્થિરતા, સુનિશ્ચિત નીતિ, સ્વતંત્ર ન્યાયપાલિકા રોકાણની ગેરંટી આપે છે.
- અમે પાંચ વર્ષમાં અર્થવ્યવસ્થામાં 1000 અબજ ડૉલરને જોડ્યું છે.
- હવે અમે ભારતને 5000 અજબ ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાનો લક્ષ્ય લઈને ચાલી રહ્યા છે.
- જો તમે રીયલ એસ્ટેટના ક્ષેત્રમાં રોકાણ કરવા ઈચ્છો છો તો ભારતમાં આવો. ભારત બુનિયાદીના ક્ષેત્રમાં મોટાપાયે રોકાણ કરી રહ્યું છે.
- કૉર્પોરેટ ટેક્સમાં કરેલો ઘટાડો રોકાણકારો માટે આમંત્રિત કરનારુ પગલું
- જો તમે મોટી બજારમાં રોકાણ કરવા ઈચ્છો છો તો ભારત આવો