ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લોકસભા ચૂંટણી 2019: નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી આજે અંતિમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર કરશે - loksbaha2019

ન્યૂઝ ડેસ્ક: લોકસભાની ચૂંટણીના સૂર સમગ્ર દેશમાં રેલાઇ રહ્યા છે. આજે દેશની મહત્વની બે પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ લોકસભા 2019ની ચૂંટણીના અંતિમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર કરશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્રમોદી આજે 3 રેલીનું સંબોધન કરશે. તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પંજાબ ખાતે 2 રેલી સંબોધશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહ પણ ભાજપની જીત માટે બંગાળમાં સભાનું સંબોધન કરશે.

Gandhi

By

Published : May 13, 2019, 6:53 AM IST

મહત્વનું છે કે, 12 મેના રોજ દેશમાં છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાયુ હતું, હવે 19મે ના રોજ અંતિમ તબક્કાનું મતદાન યોજાશે. જેને લઇને બંને પક્ષના દિગ્ગજ નેતાઓ આજે ચૂંટણી પ્રચાર કરવા મેદાને ઉતરશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્રમોદી રતલામ (મધ્યપ્રદેશ), સોલન (હિમાચલ પ્રદેશ) અને ભટીંડા (પંજાબ) ખાતેથી રેલીનું સંબોધન કરશે.

ABOUT THE AUTHOR

...view details