વડાપ્રધાન મોદીનું વન નેશન, વન ઈલેક્શન પર ફોકસ, 19 જૂને તમામ પક્ષ સાથે કરશે બેઠક - one election
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દેશ, એક ચૂંટણી મુદ્દે વિસ્તાર પૂર્વક ચર્ચા કરવા માટે તમામ પક્ષોની 19 જૂને બેઠક બોલાવી છે. આ બેઠકમાં તમામ રાજકીય પક્ષોના પ્રમુખને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અગાઉ 17મી લોકસભાના સત્ર પહેલા સર્વદલીય બેઠક યોજાઈ ગઈ.
![વડાપ્રધાન મોદીનું વન નેશન, વન ઈલેક્શન પર ફોકસ, 19 જૂને તમામ પક્ષ સાથે કરશે બેઠક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3576780-337-3576780-1560686863049.jpg)
hd
વડાપ્રધાન મોદીએ 'એક દેશ, એક ચૂંટણી'ના મુદ્દે ચર્ચા માટે તમામ રાજકીય પક્ષોને લોકસભા અને રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરતા પ્રમુખોની 19 જૂને એક બેઠક બોલાવી છે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ રવિવારે આ જાણકારી આપી.